IPL 2020: પ્રથમ ટાઇટલ પર કોહલીની નજર, જાણો RCBની તાકાત અને નબળાઈ
વિરાટની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર પાસે દર વર્ષે આશા રાખવામાં આવે છે. પરંતુ અત્યાર સુધી ટીમ ક્યારેય ટ્રોફી જીતી શકી નથી. આ વર્ષે એરોન ફિન્ચ અને ક્રિસ મોરિસ આવવાથી ટીમ જરૂર મજબૂત થઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ના નેતૃત્વ વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વિશે તમે કોઈપણ ખેલ પ્રેમીને પૂછશો તો તે તેને સારા ક્રિકેટરો વાળી ખરાબ ટીમ ગણાવી દેશે.ચોક્કસપણે જે ટીમ માટે કિંગ કોહલી અને એબી ડિવિલિયર્સ જેવા દિગ્ગજ ક્રિકેટરોની હાજરી હોય, અને તેનો આમ પરાજય થવો બધાને ચોંકાવે છે. આ વખતે ટીમ પોતાનું પ્રથમ ટાઇટલ જીતી શકશે કે નહીં તે જોવાનું રહેશે.
આવું રહ્યું છે અત્યાર સુધીનું પ્રદર્શન
આરસીબીના ખાતામાં આજ સુધી આઈપીએલની એકપણ ટ્રોફી નથી, પરંતુ ટીમે ત્રણ વખત 2009, 2011 અને 2016મા ફાઇનલ સુધીની સરફ કરી છે. ખાસ વાત છે કે જ્યારે છેલ્લા આઈપીએલ-2014ની કેટલીક મેચ યૂએઈમાં રમાઇ હતી ત્યારે આરસીબીએ સારૂ પ્રદર્શન કર્યું હતું. આરસીબીએ ભલે ટાઇટલ ન જીત્યું હોય પરંતુ ઓવરઓલ જીતના મામલામાં તે ચોથા સ્થાને છે. આરસીબીએ 181 મેચોમાં 83 જીત મેળવી તો 92મા પરાજયનો સામનો કર્યો છે. તેની ચાર મેચ રદ્દ થઈ છે, જ્યારે બે ટાઈ મેચમાં સુપર ઓવર રમીને તેનો જીત-હારનો રેકોર્ડ 1-1 રહ્યો છે. આરસીબીની જીતની ટકાવારી 47.45 છે.
આ ખેલાડીઓ પર રહેશે બેટિંગની જવાબદારી
વિરાટ કોહલી આ વર્ષે પણ ધમાકેદાર પ્રદર્શન કરશે તેની આશા બધાને છે. અત્યાર સુધી કોહલી 177 મેચોમાં 5412 રન બનાવીને આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. કોહલી દરેક સીઝનમાં રનનો વરસાદ કરે છે. આ વખતે કોહલીનો સાથ 154 મેચોમાં 4395 રન બનાવી ચુકેલ એબી ડિવિલિયર્સ, 75 મેચમાં 1737 રન બનાવી ચુકેલ ઓપનિંગ બેટ્સમેન એરોન ફિન્ચ, ઈંગ્લેન્ડનો મોઇન અલી, પાર્થિવ પટેલ અને ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ પર આરસીબીની બેટિંગનો દારોમદાર રહેશે. આ સિવાય યુવા ખેલાડી દેવદત્ત પડ્ડિકલને પણ તક મળી શકે છે. આ વર્ષે ફિન્ચ આવવાથી આરસીબીની ટીમ જરૂર મજબૂત બની છે.
બોલિંગમાં ડેન સ્ટેન સંભાળી શકે છે કમાન
આરસીબી માટે ડેથ ઓવરમાં બોલિંગ દર વર્ષે ચિંતાનો વિષય રહી છે. પરંતુ આ વર્ષે ટીમની થોડી મુશ્કેલી દૂર થઈ હોય તેવું લાગી રહ્યું છે. ટીમની પાસે દક્ષિણ આફ્રિકાનો સ્ટાર બોલર ડેલ સ્ટેન છે. તો તેનો સાથ આપવા માટે અનુભવી ઉમેશ યાદવ અને યુવા ફાસ્ટ બોલર નવદીપ સૈની પણ છે. ક્રિસ મોરિસ પણ ડેથ ઓવરમાં બોલિંગ કરવાની જવાબદારી સંભાળી શકે છે. ટીમની પાસે યુજવેન્દ્ર ચહલ અને વોશિંગટન સુંદરના રૂપમાં બે શાનદાર સ્પિનર પણ છે. યૂએઈની પીચ પર મોઇન અલી પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ વર્ષે હરાજીમાં 21.5 કરોડનો કર્યો ખર્ચ
આરસીબીએ આ વખતે નવા ખેલાડીઓને પોતાની સાથે જોડવા માટે હરાજીમાં 21.5 કરોડનો ખર્ચ કર્યો છે. પેટ કમિન્સને ખરીદવામાં અસફળ રહ્યા બાદ આરસીબીએ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને 10 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તો ફિન્ચને 4.4 કરોડ રૂપિયામાં પોતાની સાથે જોડ્યો છે. વિરાટની ટીમે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કેન રિચર્ડસનને પણ ચાર કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ કેન આ સીઝનમાંથી ખસી ગયો છે. તો સ્ટેનને બે કરોડમાં ફરી ટીમ સાથે જોડ્યો હતો. ટીમે ઇસુરૂ ઉડાનાને 50 લાખ રૂપિયા અને શહબાઝ અહમદ, પવન દેશપાંડે અને જોશુઆ ફિલિપેને 20-20 લાખમાં પોતાની સાથે જોડ્યા છે.
રોયલ ચેલેન્જર બેંગલુરૂની ટીમ
વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, દેવદત્ત પડ્ડીકલ, પાર્થિવ પટેલ, ગુરકિરતસિંહ, મોઇન અલી, પવન નેગી, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, ઉમેશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ક્રિસ મોરિસ, પવન દેશપાંડે, એરોન ફિંચ , જોશુઆ ફિલીપ, શાહબાઝ અહેમદ, ડેલ સ્ટેન અને ઇસુરુ ઉડાના.
આરસીબીનો કાર્યક્રમ
તારીખ | મેચ | સમય | મેદાન | |
1 | 21 સપ્ટેમ્બર 2020, સોમવાર | સન રાઇઝર્સ હૈદરાબાદ વિ રોયલ ચેલેન્જર્સ બેંગલોર | 7:30 વાગ્યે | દુબઈ |
2 | 24 સપ્ટેમ્બર 2020, ગુરુવાર | કિંગ્સ ઇલેવન પંજાબ વિ રોયલ ચેલેન્જર્સ બેંગલોર | 7:30 વાગ્યે | દુબઈ |
3 | 28 સપ્ટેમ્બર 2020, સોમવાર | રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિ મુંબઇ ઇન્ડિયન્સ | 7:30 વાગ્યે | દુબઈ |
4 | 3 ઓક્ટોબર 2020, શનિવાર | રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિ રાજસ્થાન રોયલ્સ | 3:30 PM | અબુ ધાબી |
5 | 5 ઓક્ટોબર 2020, સોમવાર | રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિ દિલ્હી કેપિટલ્સ | 7:30 વાગ્યે | દુબઈ |
6 | 10 ઓક્ટોબર 2020, શનિવાર | ચેન્નાઈ સુપર કિંગ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગલોર | 7:30 વાગ્યે | દુબઈ |
7 | 12 ઓક્ટોબર 2020, સોમવાર | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ કોલકાતા નાઈટ રાઇડર્સ | 7:30 વાગ્યે | શારજાહ |
8 | 15 ઓક્ટોબર 2020, ગુરુવાર | રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિ કિંગ્સ ઇલેવન પંજાબ | 7:30 વાગ્યે | શારજાહ |
9 | 17 ઓક્ટોબર 2020, શનિવાર | રાજસ્થાન રોયલ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 3:30 PM | દુબઈ |
10 | 21 ઓક્ટોબર 2020, બુધવાર | કોલકાતા નાઈટ રાઇડર્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગલોર | 7:30 વાગ્યે | અબુ ધાબી |
11 | 25 ઓક્ટોબર 2020, રવિવાર | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ ચેન્નઈ સુપર કિંગ્સ | 3:30 PM | દુબઈ |
12 | 28 ઓક્ટોબર 2020, બુધવાર | મુંબઈ ઈન્ડિયન્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 7:30 વાગ્યે | અબુ ધાબી |
13 | 31 ઓક્ટોબર 2020, શનિવાર | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ સનરાઇઝર્સ હૈદરાબાદ | 7:30 વાગ્યે | શારજાહ |
14 | 2 નવેમ્બર 2020, સોમવાર | દિલ્હી કેપિટલ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 7:30 વાગ્યે | અબુ ધાબી |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે