કેન વિલિયમસને વિશ્વ કપમાં રચ્યો ઈતિહાસ, બન્યો દુનિયાનો પ્રથમ કેપ્ટન

હકીકતમાં, કેન વિલિયમસન એક વિશ્વ કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.
 

કેન વિલિયમસને વિશ્વ કપમાં રચ્યો ઈતિહાસ, બન્યો દુનિયાનો પ્રથમ કેપ્ટન

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને વિશ્વ કપનો એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કેન વિલિયમસને ઈંગ્લેન્ડ વિરુદ્ધ લંડનના લોર્ડ્સમાં રમાઇ રહેલા વિશ્વ કપ-2019ની ફાઇનલમાં પ્રથમ રન બનાવવાની સાથે વિશ્વના તમામ કેપ્ટનોને પાછળ છોડી દીધા છે, જે વિશ્વકપમાં રમ્યા છે. 

હકીકતમાં, કેન વિલિયમસન એક વિશ્વ કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. કેન વિલિયમસને વિશ્વ કપ-2019મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ફાઇનલ મેચમાં પ્રથમ રન બનાવતા પોતાના રનની સંખ્યા 548 પરથી 549 કરી લીધી હતી, જે વિશ્વકપમાં કોઈપણ ટીમના કેપ્ટન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. 

કેન વિલિયમસન પહેલા આ વર્લ્ડ રેકોર્ડ માહેલા જયવર્ધનેના નામે હતો. જયવર્ધનેએ વર્ષ 2007મા વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા વિશ્વકપમાં શ્રીલંકન ટીમ માટે કેપ્ટન તરીકે 548 રન બનાવ્યા હતા. પરંતુ હવે કેન વિલિયમસને હવે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

એક વિશ્વ કપમાં કોઈપણ કેપ્ટન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન

કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડ 569* (2019)

માહેલા જયવર્ધને, શ્રીલંકા 548 (2007)

રિકી પોન્ટિંગ, ઓસ્ટ્રેલિયા 539 (2007)

એરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયા 507 (2019)

કેન વિલિયમસને આ વિશ્વકપમાં બે સદી અને બે અડધી સદી ફટકારી છે. વિશ્વ કપ દરમિયાન તેની એવરેજ 90થી વધારે રહી છે. કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડનો પ્રથમ એવો ખેલાડી છે, જેણે એક વિશ્વકપમાં 550 રન પૂરા કર્યાં છે, જે એક ઈતિહાસ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news