Birthday Special: લાલા અમરનાથે ફટકારી હતી ભારત તરફથી પ્રથમ ટેસ્ટ સદી

11 સપ્ટેમ્બર, 1911મા ભારતના પ્રથમ સદીવીર લાલા અમરનાથનો જન્મ થયો હતો. તેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 1933-34મા રમાયેલી પર્દાપણ ટેસ્ટમાં સદી ફટકારી હતી. લાલા અમરનાથે બોલિંગમાં પણ કમાલ કર્યો હતો. 

Birthday Special: લાલા અમરનાથે ફટકારી હતી ભારત તરફથી પ્રથમ ટેસ્ટ સદી

નવી દિલ્હીઃ ક્રિકેટમાં કીર્તિમાન સૌથી વધુ લલચાવે છે. સદીનો રોમાંચ કંઇક અલગ હોય છે. ટેસ્ટ ક્રિકેટની વાત કરવામાં આવે તો, અત્યાર સુધી ભારત તરફથી 85 બેટ્સમેનોએ સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી અત્યાર સુધી 508 (100+) સદી ફટકારવામાં આવી છે. સચિન તેંડુલકર 51 ટેસ્ટ સદીની સાથે વિશ્વ ક્રિકેટમાં સૌથી ઉપર છે, પરંતુ ભારત તરફથી પ્રથમ સદી ફટકારવાનો કીર્તિમાન લાલા અમરનાથના નામે નોંધાયેલો છે. તેમણે તે સદી પોતાના પર્દાપણ મેચમાં ફટકારી હતી. આજે (બુધવારે) લાલાની 108મી જન્મજયંતિ છે. 11 ઓગસ્ટ 1911ના તેમનો જન્મ કપૂરથલા (પંજાબ)માં થયો હતો. 

લાલા અમરનાથે 17 ડિસેમ્બર 1933ના પ્રથમ સદી ફટકારી હતી. તેમણે 22 વર્ષી ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કરતા ઈંગ્લેન્ડ વિરુદ્ધ તત્કાલીન બંબઈના જીમખાના ગ્રાઉન્ડ પર 118 રન બનાવ્યા હતા. પરંતુ ભારત તે ટેસ્ટ ચોથા દિવસે લંચ બાદ 9 વિકેટથી હારી ગયું હતું, પરંતુ લાલા તરફથી સદી ભારતની અભૂતપૂર્વ સિદ્ધિ રહી હતી. 

ભારત પોતાની બીજી ઈનિંગમાં 21 રન પર બે વિકેટ ગુમાવી ચુક્યુ હતું. તેવામાં લાલાએ 117 મિનિટ બેટિંગ કરી અને પોતાની સદી પૂરી કરી હતી. 118 રનની ઈનિંગમાં તેમણે 21 ચોગ્ગા ફટકાર્યા અને સાથે કેપ્ટન સીકે નાયડૂની સાથે 186 રનની ભાગીદારી કરી હતી, જે તે મેચની સૌથી મોટી ભાગીદારી રહી હતી. 

લાલા અમરનાથની સદી તેમના કરિયરની એકમાત્ર સદી સાબિત થઈ હતી. લાલાએ પોતાના કરિયર દરમિયાન કુલ 24 ટેસ્ટ મેચ રમી અને 878 રન બનાવ્યા, સાથે 45 વિકેટ પણ ઝડપી હતી. 

Happy birthday to Lala Amarnath, who led 🇮🇳 to their first Test series win against Pakistan and was also the captain in their first tour to Australia 🙌 pic.twitter.com/5nVOurEWgq

— ICC (@ICC) September 11, 2019

બાદમાં તેમના પુત્ર સુરિંદર અને મોહિન્દર અમરનાથે ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અમરનાથ પરિવારની વાત કરવામાં આવે તો આ પરિવારે કુલ 13 ટેસ્ટ સદી ફટકારી છે. લાલાની સદી સિવાય મોહિન્દરની 11 અને સુરિંદરે એકમાત્ર ટેસ્ટ સદી (124 રન) ફટકાર્યા છે. જે તેમણે પોતાના પર્દાપણ મેચમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 1976મા ઓકલેન્ડમાં ફટકારી હતી. 

અમરનાથ પરિવારની નજીક ઓસ્ટ્રેલિયાનો માર્શ પરિવાર છે, જેના નામે 12 સદી છે. પિતા જ્યોફ માર્શે 4, પુત્ર શોન માર્શે અત્યાર સુધી 6 અને મિશેલે 2 ટેસ્ટ સદી ફટકારી છે. 

લાલા અમરનાથની આગેવાનીમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ સત્તાવાર ટેસ્ટ સિરીઝ (1952-53)માં જીત હાસિલ કરી હતી. તેમનું ટેસ્ટ કરિયર 19 વર્ષ (1933-1952)નું રહ્યું હતું. 5 ઓગસ્ટ 2000ના 88 વર્ષ 329 દિવસની ઉંમરને લાલા અમરનાથનું નિધન થયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news