IPL 2023: IPL માં ધોનીનું 'બ્રહ્માસ્ત્ર' બનેલા આ 20 વર્ષના ખેલાડીનું ભાગ્ય પલટી ગયું, નેશનલ ટીમમાં મળી તક
IPL 2023: આઈરીએસ 2023ની ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ જીતી ગયું. CSK ની આઈપીએલમાં આ પાંચમી ટ્રોફી છે. હવે આ ટીમ તરફથી રમતા એક ખેલાડીનું ભાગ્ય ખુલી ગયું છે. આઈપીએલમાં ડેબ્યુ કર્યા બાદ આ ખેલાડીને નેશનલ ટીમમાં તક મળી ગઈ છે.
Trending Photos
Chennai Super Kings: આઈપીએલ 2023ની આ વખતની ફાઈનલ ખુબ જ રોમાંચક રહી અને આ મેચમાં જીતના હીરો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા રહ્યા જેમણે છેલ્લા બે બોલ પર ચોગ્ગો અને છગ્ગો ફટકારીને મેચ જીતાડી દીધી. આ જીત સાથે જ ચેન્નાઈ મુંબઈ ઈન્ડિયન્સના સૌથી વધુ વખત આઈપીએલ ટ્રોફી જીતવા બરાબર પહોંચી ગઈ. CSK માટે હાલની સીઝનાં રમતા એક ખેલાડીનું પણ જાણે ભાગ્ય ખુલી ગયું. ધોનીએ આઈપીએલ 2023માં આ બોલર પર ખુબ ભરોસો મૂક્યો હતો અને હવે તેને નેશનલ ટીમમાં જગ્યા મળી છે.
IPL બાદ મળી નેશનલ ટીમમાં ટિકિટ
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આઈપીએલ 2023માં ડેબ્યુ કરનારા શ્રીલંકાના ફાસ્ટ બોલર મથીશા પથિરાના માટે મોટા ખુશખબર આવ્યા છે. તેને શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આગામી અફઘાનિસ્તાન વિરુદધ વનડે સિરીઝ માટે શ્રીલંકાની સ્ક્વોડમાં સામેલ કર્યો છે. અત્રે જણાવવાનું કે મથીશા પથિરાના ડેથ ઓવરમાં ઘાતક બોલિંગ માટે જાણીતો છે. તેને ધોનીએ આઈપીએલની અનેક મેચોમાં ડેથ ઓવર નાખવાની જવાબદારી સોંપી હતી અને પથિરાનાએ પણ નિરાશ ન કરતા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બતાવ્યું હતું. એટલું જ નહીં તેણે અંતિમ ઓવરોમાં પોતાના ઉત્તમ યોર્કર બોલોથી બેટરોના નાકમાં દમ કર્યો હતો.
🚨 SQUAD ANNOUNCEMENT 🚨
Sri Lanka have named 16-member ODI squad for the first two games of the ODI series vs. Afghanistan, starting on 2nd June! 🏏 #SLvAFG pic.twitter.com/EOx2ioyLgw
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) May 30, 2023
ટી20 ક્રિકેટમાં કરી ચૂક્યો છે ડેબ્યુ
અત્રે જણાવવાનું કે પથિરાના શ્રીલંકા માટે ટી20 ક્રિકેટમાં ડેબ્યુ કરી ચૂક્યો છે. જો કે તેને હજુ સુધી ફક્ત 2 મેચ રમાવાની તક મળી છે. જેમાંથી 2 વિકેટ મેળવવામાં સફળ રહ્યો છે. આવામાં હવે તેને વનડે ક્રિકેટ ટીમનો પણ ભાગ બનાવવામાં આવ્યો છે અને તેની પાસે આ ફોર્મેટમાં પણ ડેબ્યુ કરવાનો એક શાનદાર મોકો છે. બોલિંગ એક્શનના કારણે તેને બેબી મલિંગા પણ કહેવામાં આવે છે.
આઈપીએલમાં ધોનીનું બ્રહ્માસ્ત્ર બન્યો
આઈપીએલ 2023માં 20 વર્ષનો આ મથીશા પથિરાના ધોનીના ભરોસાને જાળવી રાખતા ખુબ ઘાતક બોલર બન્યો હતો. તેણે દર વખતે ધોનાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. પથિરાનાએ અનેક મહત્વની ઘડીએ ટીમને જીત અપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આઈપીએલ 2023ની 12 મેચ રમતા તેણે 19 વિકેટ લીધી. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 8.01નો રહ્યો. તેની સીઝનનો બેસ્ટ સ્પેલ 15 રન આપીને 3 વિકેટનો રહ્યો.
અફઘાનિસ્તાન માટે શ્રીલંકાની ટીમ
દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ, પાથુમ નિસંકા, દિમુથ કરુણારત્ને, સાદીરા સમરવિક્રમા, એન્જેલો મેથ્યુઝ, ધનંજયા ડી સિલ્વા, ચરિત અસલંકા, વાનિન્દુ હસરંગા, મહેશ તીક્ષાણા, દુશાન હેમંથા, ચમક કરુણારત્ને, દુશમંતા ચમીરા, મથીશા પથિરાના, લાહિરુ કુમારા, કસુન રાજિતા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે