કોરોના સામે જંગઃ ધોનીનું યોગદાન 1 લાખ, ફેન્સ થયા ગુસ્સે- આ કેવું દાન?

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ દોનીની આ આર્થિક મદદને લઈને તેના ફેન્સ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. 
 

કોરોના સામે જંગઃ ધોનીનું યોગદાન 1 લાખ, ફેન્સ થયા ગુસ્સે- આ કેવું દાન?

નવી દિલ્હીઃ કોરોના મહામારીએ વિશ્વમાં હડકંપ મચાવી રાખ્યો છે. આ વૈશ્વિક મહામારીમાં અત્યાર સુધી 24 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે. ભારતમાં અત્યાર સુધી 17 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જીવલેણ કોરોના વાયરસ સામે લડવા માટે ખેલ જગતના ઘણા દિગ્ગજો ઉતરી આવ્યા છે. 

શુક્રવારે જ્યાં સચિન તેંડુલકરે 50 લાખ રૂપિયા આપીને કોરોડા સામે લડાઈમાં પોતાની ભાગીદારી નોંધાવી તો ધોનીએ પુણે સ્થિત એક એનજીઓના માધ્યમથી 1 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ દોનીની આર્થિક મદદને લઈને તેના ફેન્સ સોશિયલ મીડિયા પર ખુબ નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. એક ફેને લખ્યું- 800 કરોડ રૂપિયા કમાનાર ધોનીએ માત્ર એક લાખ રૂપિયાની મદદ કરી... આ દુખદ છે. 

— msdian 2511 (@swapnilbajpai82) March 27, 2020

બીજીતરફ સચિન તેંડુલકરે કોરોના સામે લડાઈ માટે પ્રધાન મંત્રી રાહત કોષ અને મુખ્યમંત્રી રાહત કોષમાં પ્રત્યેક 25 લાખ રૂપિયાનું યોગદાન આપવાનો નિર્ણય લીધો છે. 

— deepak mehta (@MehtaDeepak76) March 27, 2020

એક પ્રશંસકે લખ્યું- એમએસ ધોનીને કેમ ટ્રોલ કરી રહ્યાં છે... આ તેની પસંદગી છે. 

— deepak mehta (@MehtaDeepak76) March 27, 2020

આખરે ધોનીએ પુણેના મજૂરો માટે દાન કેમ કર્યું છે, તેનું પુણે સાથે શું કનેક્શન છે? આ સવાલ દરેકના મનમાં ઉઠી રહ્યો છે. હકીકતમાં ધોની આઈસીએલની બે સિઝન 2016 અને 2017માં રાઇઝિંગ પૂણે પુરસજાયન્ટ્સ માટે રમી ચુક્યો છે. ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સ પર સ્પોટ ફિક્સિંગને લઈને પ્રતિબંધ લાગ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news