Highest Scoring Players in 2020: કોહલી કોઈ ફોર્મેટમાં ન ફટકારી શક્યો સદી, જાણો 2020માં ક્યા બેટ્સમેનોએ મચાવી ધૂમ

Sports Year Ender 2020: વર્ષ 2020 હવે ભારતીય ક્રિકેટ ટીમ માટે સમાપ્ત થઈ ગયું છે. આ વર્ષે કોરોના વાયરસને કારણે લાંબા સમય સુધી ક્રિકેટ પર બ્રેક લાગી અને તેની અસર થઈ કે ખેલાડીઓના નામે વધુ રન ન આવ્યા. 
 

  Highest Scoring Players in 2020: કોહલી કોઈ ફોર્મેટમાં ન ફટકારી શક્યો સદી, જાણો 2020માં ક્યા બેટ્સમેનોએ મચાવી ધૂમ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી (virat kohli)એ પોતાના ક્રિકેટર કરિયરમાં 12 વર્ષમાં પ્રથમવાર કોઈ આંતરરાષ્ટ્રીય સદી ફટકાર્યા વગર વર્ષનું સમાપન કર્યું છે. કોહલીએ 2008માં પોતાના પર્દાપણના સમયમાં છેલ્લે કોઈ સદી વગર વર્ષનું સમાપન કર્યુ હતું. પરંતુ તે વર્ષે તેણે માત્ર પાંચ મેચ રમી હતી. પરંતુ આ વખતે તેણે 22 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 

કોરોનાને કારણે ભારતે આ વર્ષે આશરે નવ મહિના કોઈ મેચ રમી નથી. 2009 બાદ આ પ્રથમવાર છે જ્યારે કોહલીએ 22થી ઓછી મેચ રમી છે. તેણે આ વર્ષે સાત અડધી સદી ફટકારી છે. ચોંકાવનારી વાત છે કે તે કોઈપણ ફોર્મેટમાં ટોપ બેટ્સમેન પણ નથી. 

આવો જોઈએ ત્રણેય ફોર્મેટમાં રન બનાવનારા ટોપ-10 બેટ્સમેનોનું લિસ્ટ....

ટેસ્ટમાં 2020માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

બેટ્સમેન મેચ રન બેસ્ટ સ્કોર એવરેજ સ્ટ્રાઇકરેટ
બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ) 7 641 176 58.27 62.17
ડોમ સિબલી (ઈંગ્લેન્ડ) 9 615 133* 47.3 37.89
જેક ક્રાઉલી (ઈંગ્લેન્ડ 7 580 267 52.72 56.86
કેન વિલિયમસન (ન્યૂઝીલેન્ડ) 4* 498 251 83 54.66
જોસ બટલર (ઈંગ્લેન્ડ 9 497 152 38.23 53.44
ઓલી પોપ (ઈંગ્લેન્ડ) 9 481 135* 43.72 57.05
જ રૂટ (ઈંગ્લેન્ડ) 8 464 68* 42.18 56.44
જર્મેન બ્લેકવુડ (વેસ્ટ ઈન્ડિઝ) 5 427 104 4 2.7 63.07
માર્નસ લાબુશાને (ઓસ્ટ્રેલિયા) 3 403 215 67.16 53.94
ટોમ લાથમ (ન્યૂઝીલેન્ડ) 6* 342 86 38 46.84

વનડેમાં 2020માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

બેટ્સમેન મેચ રન બેસ્ટ સ્કોર એવરેજ સ્ટ્રાઇક રેટ
એરોન ફિંચ (ઓસ્ટ્રેલિયા) 13 673 114 56.08 81.67
સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા) 10 568 131 63.11 106.56
માર્ટસ લબુશેને (ઓસ્ટ્રેલિયા) 13 473 108 39.41 91.13
ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) 12 465 128* 42.27 95.28
કેએલ રાહુલ (ભારત) 9 443 112 55.37 106.23
વિરાટ કોહલી (ભારત) 9 431 89 47.88 92.29
અકીબ ઇલ્યાસ (ઓમાન) 6 400 109* 100 82.3
ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) 6 353 108 70.6 145.26
જોની બેઅર્સો (ઇંગ્લેંડ) 9 346 112 43.25 100.87
શ્રેયસ અય્યર (ભારત) 9 331 103 41.37 95.38

ટી-20માં 2020માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

બેટ્સમેન મેચ રન બેટ્સ સ્કોર એવરેજ સ્ટ્રાઇક રેટ 100/50
મોહમ્મદ હાફીઝ (પાકિસ્તાન) 10 415 99* 83 152.57 0/4
કેએલ રાહુલ (ભારત) 11 404 57* 44.88 140.76 0/4
ડેવિડ મલાન (ઇંગ્લેંડ) 10 397 99* 49.62 142.29 0/4
ટિમ સિફર્ટ (ન્યુઝીલેન્ડ) 11 352 84* 50.28 140.23 0/4
કામરાન ખાન (કતાર) 7 335 88 47.85 135.08 0/3
જોની બેઅર્સો (ઇંગ્લેંડ) 12 329 86* 32.9 150.91 0/3
વિરાટ કોહલી (ભારત) 10 295 85 36.87 141.82 0/1
જોસ બટલર (ઇંગ્લેંડ) 8 291 77* 48.5 150.77 0/3
વોન ડેર ડુસાન (દક્ષિણ આફ્રિકા) 9 288 74* 48 140.48 0/1
ક્વિંટન ડી કોક (દક્ષિણ આફ્રિકા) 9 285 70 31.66 170.65 0/2

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news