વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેમાંથી તમે કોને પસંદ કરશો? શોએબ અખ્તરે આપ્યો આ જવાબ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે ચાલી રહેલ અણબણને લઇને વિવાદનો મધપૂડો છેડાઇ રહ્યો છે. આ સંજોગોમાં પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર પણ કૂદ્યો છે અને આ મામલે સવાલ જવાબ કર્યા છે...
Trending Photos
નવી દિલ્હી : પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર અને રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતા શોએબ અખ્તરે (Shoaib Akhtar) પોતાના ટ્વિટર હેન્ડલ પર સવાલ જવાબ કર્યા છે. જેમાં એણે ભારતીય ક્રિકેટ ટીમ અંગે પોતાના વિચાર પ્રગટ કર્યા છે. રાવલપિંડી એક્સપ્રેસે દુનિયાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર સચિન તેંદુલકરથી લઇને મહેન્દ્રસિંહ ધોની સુધી ફેન્સના સવાલોના જવાબ આપ્યા છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વર્તમાનમાં અખ્તરનો પસંદીદા ક્રિકેટર છે. કારણ કે પ્રશંસકો તરફથી પુછાયેલા સવાલોના જવાબમાં અખ્તરે કોહલીનું નામ આપ્યું છે.
Q. વિરાટ કોહલી કે રોહિત શર્મા બંનેમાંથી તમે કોને પસંદ કરો છો?
A: કોહલી
Q. શું રોહિત શર્માએ કેપ્ટનના રૂપમાં વિરાટ કોહલીનું સ્થાન લેવું જોઇએ?
A: આની કોઇ જરૂરત નથી.
Q. કેન વિલિયમસન, જો રૂટ, બાબર આઝમ, સ્ટીવ સ્મિથ અને વિરાટ કોહલીમાં કોણ શ્રેષ્ઠ છે?
A: કોહલી
Q. મહેન્દ્ર સિંહ ધોની માટે માત્ર એક શબ્દ કયો?
A: લીજેન્ડ
Q. એક સૌથી સારી બાબત કે જે તમને સચિન તેંદુલકર માટે ગમતી હોય?
A: રમવા માટેનું ઝુનુન
Q. ક્રિકેટ વર્લ્ડ કપ 2003 માં સચિન તેંદુલકરે તમારા બોલ પર સિક્સ મારી હતી. આ અંગે તમારૂ રિએક્શન શું છે?
A: જે થવું જોઇએ હતું.
Jo hona chahiye tha.
— Shoaib Akhtar (@shoaib100mph) July 29, 2019
Q. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંનેમાંથી તમે કોને પસંદ કરો છો?
A: ઓસ્ટ્રેલિયા
Australia
— Shoaib Akhtar (@shoaib100mph) July 29, 2019
Q. વર્લ્ડ કપની ફાઇનલમાં એમ્પાયર ધર્મસેનાએ જાણી જોઇને ભૂલ કરી હતી?
A: તે એક ભૂલ હતી. પ્રેશર એકલા ખેલાડીઓ પર જ નથી હોતું.
It was a mistake. Judgment error. Pressure is not just on players.
— Shoaib Akhtar (@shoaib100mph) July 29, 2019
આ અગાઉ વિશ્વ કપમાં ખરાબ પ્રદર્શનના કારણે શોએબ અખ્તરે પાકિસ્તાની કેપ્ટન સરફરાજની જોરદાર ટીકા કરી હતી. ખાસ કરીને જ્યારે ભારતે પાકિસ્તાન વિરૂધ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે