R Ashwin Most Test Wickets: રવિચંદ્રન અશ્વિનને રચ્યો ઈતિહાસ; ટેસ્ટ વિકેટના મામલે કપિલ દેવને પાછળ છોડ્યા
જોકે, અશ્વિન હજુ પણ પૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેથી પાછળ છે. કુંબલેએ પોતાના કરિયરમાં 619 વિકેટ લીધી હતી. તે દુનિયામાં સૌથી વધુ વિકેટ લેનાર ચોથા બોલર છે. વર્લ્ડમાં સૌથી વધારે 800 વિકેટ લઈને શ્રીલંકન પૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરન ટોપ પર છે.
Trending Photos
મોહાલી: ભારતીય સ્પિન સ્ટાર રવિચંદ્રન અશ્વિને ક્રિકેટ કરિયરમાં એક નવો મુકામ હાંસલ કર્યો છે. તે ટેસ્ટમાં સૌથી વધુ 435 વિકેટ લેનાર બીજો ભારતીય બની ગયો છે. અશ્વિનને 1983ના વર્લ્ડકપ વિજેતા લીજેન્ડ કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો છે. ઝડપી બોલર અને ઓલરાઉન્ડર કપિલ દેવે 434 વિકેટ લીધી હતી.
જોકે, અશ્વિન હજુ પણ પૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેથી પાછળ છે. કુંબલેએ પોતાના કરિયરમાં 619 વિકેટ લીધી હતી. તે દુનિયામાં સૌથી વધુ વિકેટ લેનાર ચોથા બોલર છે. વર્લ્ડમાં સૌથી વધારે 800 વિકેટ લઈને શ્રીલંકન પૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરન ટોપ પર છે.
હેડલી અને હેરાથને પછાડ્યા
અશ્વિનને આ ઐતિહાસિક ઉપલબ્ધિ શ્રીલંકા વિરુદ્ધ મોહાલી ટેસ્ટમાં હાંસલ કરી છે. જોકે, ભારતીય ટીમ ઘર આંગણે શ્રીલંકા વિરુદ્ધ બે ટેસ્ટની સીરિઝની પહેલી મેચ રમી રહી છે. ભારતે પહેલી ઈનિંગમાં અશ્વિનને 49 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બીજી ઈનિંગમાં ત્રીજી વિકેટ લેતા જ કપિલ દેવને પાછળ છોડ્યા છે. આ મેચમાં અશ્વિનને ન્યૂઝીલેન્ડના રિચર્ડ હેડલી અને શ્રીલંકાના રંગના હેરાથને પણ પછાડ્યા છે.
અશ્વિનની સામે હવે સાઉથ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર ડેલ સ્ટેનને પાછળ છોડવાનો ટાર્ગેટ છે. સ્ટેનને અત્યાર સુધી 439 વિકેટ લીધી છે. અશ્વિન જો સ્ટેનને પાછળ છોડે છે, તો તે 400 વિકેટની લાઈનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનશે. તેમના ઉપર વેસ્ટઈન્ડિઝના કર્ટની વોલ્શનું નામ જ હશે, જેમણે 519 વિકેટ લીધી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ
1. મુથૈયા મુરલીધરન 800 વિકેટ
2. શેન વોર્ન 708 વિકેટ
3. જેમ્સ અંડરસન 640 વિકેટ
4. અનિલ કુંબલે 619 વિકેટ
5. ગ્લેન મેક્ગ્રાથ 563 વિકેટ
6. સ્ટુઅર્ટ બ્રોન્ડ 537 વિકેટ
7. કર્ટની વોલ્શ 519 વિકેટ
9. રવિચંદ્રન અશ્વિન 435 વિકેટ
19. કપિલ દેવ 434 વિકેટ
11. રંગના હેરાથ 433 વિકેટ
12. રિચર્ડ હેડલી 431 વિકેટ
રવિચંદ્રન અશ્વિનને આ રેકોર્ડ માત્ર 85મી ટેસ્ટ મેચમાં કરી દેખાડ્યો છે. અશ્વિનને 85 મેચની 160 ઈનિંગોમાં 435 વિકેટ ઝડપી. તે દરમિયાન તેમની સરેરાશ 24.29ની રહી છે. અશ્વિનને પોતાના કરિયરમાં 30 વાર પાંચ વિકેટ લીધી, જ્યારે 7 વાર મેચમાં દસ વિકેટ ઝડપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે