રાહુલ દ્રવિડની દેખરેખમાં NCAમા ટ્રેનિંગ લઈ રહ્યાં છે 16 દેશોના યુવા ક્રિકેટર
રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (એનસીએ)ના ડાયરેક્ટર રાહુલ દ્રવિડની દેખરેખમાં 16 રાષ્ટ્રમંડળ દેશોના યુવક અને યુવતીઓ માટે પ્રશિક્ષણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ આ સમયે નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટરની ભૂમિકા નિભાવી રહ્યો છે. ભારતીય અન્ડર-19 અને ઈન્ડિયા એની ટીમને કોચિંગ આપી ચુકેલ દ્રવિડ હવે 16 દેશના યુવાઓને ટ્રેનિંગ આપવા માટે તૈયાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તે વાતનો નિર્ણય કર્યો છે કે તે ભારતમાં 16 દેશના યુવા ખેલાડીઓને ટ્રેનિંગ આપવા માટે બોલાવશે.
લંડનમાં ભારત સરકાર દ્વારા કોમનવેલ્થની બેઠકમાં 19 એપ્રિલ 2018ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 દેશના યુવક-યુવતીઓ માટે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવાની વાત કરી હતી. મોદીએ લંડનમાં કહ્યું હતું કે, ભારતમાં 16 દેશોના યુવા યુવક-યુવતીઓને ટ્રેનિંગની વ્યવસ્થા કરવામાં આવશે. તે તમામ ખેલાડીઓને ભારતના શાનદાર ખેલાડીઓની સાથે ભારતમાં સર્વશ્રેષ્ઠ સુવિધામાં ટ્રેનિંગ કરવાની તક મળશે.
એનસીએમાં અત્યારે બોત્સવાના, કેમરૂન, કેન્યા, મોઝામ્બિક, મોરીશસ, નામીબિયા, નાઇઝીરિયા, રવાન્ડા, યુગાન્ડા, ઝામ્બિયા, મલેશિયા, સિંગાપુર, જમૈક, ત્રિનિદાદ એન્ડ ટોબેગો, ફિજી અને તંઝાનિયાના યુવા ખેલાડી (18 યુવક અને 17 યુવતી) તાલીમ લઈ રહ્યાં છે.
બીસીસીઆઈની અખબારી યાદી અનુસાર આ એક મહિનાની શિબિર એનસીએ બેંગલુરૂમાં એક ઓક્ટોબરથી શરૂ થઈ અને તેને 30 ઓક્ટોબર સુધી ચલાવવામાં આવશે.
આ ખેલાડીઓને હોટલ આવાસ, ક્રિકેટ કિટ, પોષક તત્વ, અન્ય સુવિધાઓ અને ભત્થા પ્રદાન કરવામાં આવ્યા છે, જેથી તે નક્કી થઈ શકે કે તેનો પ્રવાસ આરામદાયક અને ફળદાયી રહે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે