SLvsNZ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમવાર નંબર 3,4,5ના બેટ્સમેન ગોલ્ડન ડકના શિકાર, બની ગયો રેકોર્ડ

લસિથ મલિંગાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘાતક બોલિંગ કરી અને ચાર બોલ પર ચાર વિકેટ લીધી જેમાંથી ત્રણ બેટ્સમેન શૂન્ય પર આઉટ થયા હતા.
 

SLvsNZ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમવાર નંબર 3,4,5ના બેટ્સમેન ગોલ્ડન ડકના શિકાર, બની ગયો રેકોર્ડ

નવી દિલ્હીઃ  Sri Lanka vs New Zealand: જો તમે શુક્રવારે પલ્લેકલમાં શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટી20 મેચ જોઈ નથી તો તમે ક્રિકેટની તે ક્ષણને મિસ કરી જે એક ઐતિહાસિક હતી. આ મેચમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર રહ્યો શ્રીલંકા ટી20 ક્રિકેટ ટીમનો કેપ્ટન લસિથ મલિંગાની બોલિંગ જે આ ઉંમરે પણ કમાલ કરી રહી છે. મલિંગાએ આ મેચમાં કુલ પાંચ વિકેટ ઝડપી જેમાં ચાર બોલ પર ચાર વિકેટ સામેલ છે. તેણે હેટ્રિક પણ લીધી. તેણે ટી20 ક્રિકેટમાં પ્રથમવાર 100 વિકેટ ઝડપવાની સિદ્ધિ પણ મેળવી છે. મલિંગા દ્વારા કરવામાં આવેલી આ કમાલ ક્રિકેટ ઈતિહાસમાં નોંધાય ગયો છે, પરંતુ આ મેચમાં વધુ એક રેકોર્ડ બન્યો જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કોઈ ફોર્મેટમાં થયો નથી. 

ત્રણ બેટ્સમેન થયા ગોલ્ડન ડકનો શિકાર
લસિથ મલિંગાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘાતક બોલિંગ કરી અને ચાર બોલ પર ચાર વિકેટ લીધી જેમાંથી ત્રણ બેટ્સમેન શૂન્ય પર આઉટ થયા હતા. તેણે ન્યૂઝીલેન્ડના ત્રણ બેટ્સમેનો જે ત્રીજા, ચોથા અને પાંચમાં ક્રમે બેટિંગ કરવા આવ્યા તેને શૂન્ય પર આઉટ કર્યાં હતા. મલિંગાએ ન્યૂઝીલેન્ડ તરફથી બેટિંગ કરવા આવેલા હાશિમ રદરફોર્ડને શૂન્ય પર LBW આઉટ કર્યો હતો. ત્યારબાદ તેણે ચોથા નંબરના બેટ્સમેન કોલિન ડી ગ્રાન્ડહોમને પણ શૂન્ય પર બોલ્ડ કર્યો હતો. પછી તેણે પાંચમાં નંબર પર આવેલા રોસ ટેલરને પણ LBW આઉટ કર્યો હતો. એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની એક ઈનિંગમાં આવુ પ્રથમવાર થયું જ્યારે નંબર 3, 4 અને 5નો બેટ્સમેન શૂન્ય પર આઉટ થયો હતો. કમાલની વાત છે કે આ ત્રણ પોતાની ઈનિંગના પ્રથમ બોલ પર આઉટ થઈને ગોલ્ડન ડકનો શિકાર બન્યા હતા. 

ટી20 કેપ્ટન તરીકે બોલિંગમાં મલિંગાનું બેસ્ટ પ્રદર્શન
તો આ મેચમાં લસિથ મલિંગાએ ટી20 કેપ્ટન તરીકે બોલિંગમાં બેસ્ટ પ્રદર્શન કરી ઈતિહાસ લખ્યો હતો. એટલે કે મલિંગા ટી20 ક્રિકેટનો પ્રથમ એવો કેપ્ટન બની ગયો છે જેણે ક્રિકેટના આ નાના ફોર્મેટમાં સૌથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. મલિંગાએ આ મેચમાં 4 ઓવરમાં 6 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેણે એક ઓવર મેડન ફેંકી અને તેનો ઇકોનોમી રેટ 1.50નો રહ્યો હતો. મલિંગાની ઘાતક બોલિંગની મદદથી શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને 37 રને હરાવ્યું હતું. મલિંગા પોતાના શાનદાર પ્રદર્શનની મદદથી મેન ઓફ ધ મેચ બન્યો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news