T20 World Cup: ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર, જાણો કોણ થયું IN કોણ થયું OUT
ICC T20 World Cup 2022: આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. મુંબઈમાં આજે અખિલ ભારતીય પસંદગી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડે ઓક્ટોબર મહિનાથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થનાર ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ચેતન શર્માની અધ્યક્ષતામાં આજે યોજાયેલી અખિલ ભારતીય પસંદગી સમિતિની બેઠકમાં ટીમની પસંદગી કરવામાં આવી છે. ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. તો વાઇસ કેપ્ટન તરીકે કેએલ રાહુલ જોવા મળશે.
ભારતની ટી20 વિશ્વકપની ટીમ
1. રોહિત શર્મા (કેપ્ટન)
2. કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન)
3. વિરાટ કોહલી
4. સૂર્યકુમાર યાદવ
5. દીપક હુડ્ડા
6. રિષભ પંત
7. દિનેશ કાર્તિક
8. હાર્દિક પંડ્યા
9. આર અશ્વિન
10. યુઝવેન્દ્ર ચહલ
11. અક્ષર પટેલ
12. જસપ્રીત બુમરાહ
13. ભુવનેશ્વર કુમાર
14. હર્ષલ પટેલ
15. અર્શદીપ સિંહ
સ્ટેન્ડ બાયઃ મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ અને દીપક ચાહર.
🚨 NEWS: India’s squad for ICC Men’s T20 World Cup 2022.
Rohit Sharma (C), KL Rahul (VC), Virat Kohli, Suryakumar Yadav, Deepak Hooda, R Pant (WK), Dinesh Karthik (WK), Hardik Pandya, R. Ashwin, Y Chahal, Axar Patel, Jasprit Bumrah, B Kumar, Harshal Patel, Arshdeep Singh
— BCCI (@BCCI) September 12, 2022
ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ.
આફ્રિકા સિરીઝ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, આર અશ્વિન, ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ.
ક્યારે શરૂ થઈ રહ્યો છે ટી20 વિશ્વકપ?
આ વર્ષે ટી20 વિશ્વકપની શરૂઆત 16 ઓક્ટોબરથી થવાની છે, જે મેઇન ઇવેન્ટ હશે. જ્યારે 13 નવેમ્બરે ફાઇનલ રમાસે. ટી20 વિશ્વકપમાં કુલ 16 ટીમ ભાગ લઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના સાત શહેરમાં તેનું આયોજન થશે. ભારતને ગ્રુપ-2માં જગ્યા મળી છે, તેમાં આ સિવાય ગ્રુપમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને સાઉથ આફ્રિકા છે.
ટી20 વિશ્વકપ 2022માં ભારતના મુકાબલા
- ભારત વિરુદ્ધ પાકિસ્તાન, 23 ઓક્ટોબર (મેલબોર્ન)
- ભારત વિરુદ્ધ ગ્રુપ એ રનર-અપ, 27 ઓક્ટોબર (સિડની)
- ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકા, 30 ઓક્ટોબર (પર્થ)
- ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, 2 નવેમ્બર (એડિલેડ)
- ભારત વિરુદ્ધ ગ્રુપ બી વિનર, 6 નવેમ્બર (મેલબોર્ન)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે