ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ કર્યાં લગ્ન, ગર્લફ્રેન્ડને બનાવી જીવનસાથી
લગ્ન બાદ આ ક્રિકેટરે પત્નીની સાથે એક શાનદાર તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મેળવનાર ખેલાડી હનુમા વિહારીએ પોતાની ગર્લફ્રેન્ડ પ્રીતિરાજ સાથે લગ્ન કરી લીધા છે. રવિવારે હૈદરાબાદમાં હનુમા અને પ્રીતિરાજ લગ્નના બંધનમાં બંધાયા હતા.
હનુમાએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પત્ની પ્રીતિરાજની સાથે લગ્ન સમારોહની એક તસ્વીર શેર કરી છે. તેના પર તેણે લખ્યું છે, ''હું તને આ હાસ્ય સદા બનાવી રાખવાનું વચન આપું છું. આઈ લવ યૂ. તો શુભકામનાઓ માટે હનુમા વિહારીએ બધાનો આભાર માન્યો છે.
આ કપલે પોતાના સમાજના રીતિ-રિવાજોની સાથે લગ્ન કર્યાં હતા. તેના લગ્નમાં સંબંધિઓ અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હનુમાના લગ્નમાં આશરે 1500 મહેમાન સામેલ થયા હતા.
ફેશન ડિઝાઇનર છે પ્રીતિરાજ
25 વર્ષના ક્રિકેટર હનુમા હિવારીએ ગર્લફ્રેન્ડ પ્રીતિરાજ યેરુવા સાથે ગત વર્ષે ઓક્ટોબરમાં સગાઈ કરી હતી. પ્રીતિરાજ ફેશન ડિઝાઇનર છે. આ દરમિયાન હનુમાએ જે તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શે કરી છે, તેમાં તે ઘુંટણ વાળીને બેઠી છે અને તેના હાથમાં વીટી છે. આ તસ્વીરને શેર કરતા હનુમાએ લખ્યું- 'અને તેણે હા પાડી દીધી.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે