અમેરિકાના રાષ્ટ્રપતિ News

અમેરિકાના રાષ્ટ્રપિત ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવશે
અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની અમદાવાદ મુલકાતને લઈને તડામાર તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે. મોટેરા સ્ટેડિયમના પુનઃ નિર્માણ પછી લોકાર્પણમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપ, પીએમ મોદી સહિતના મહેમાનો હાજર રહેવાના છે. ત્યારે સ્ટેડિયમની આસપાસના રોડ રસ્તાને રિસર્ફેસ કરવામાં આવી રહ્યાં છે. પાર્કિંગ માટે પણ અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. VVIP મહેમાનોને સ્ટેડિયમ સુધી પહોંચવામાં કોઈ અડચણ ના પડે તેને લઈને પણ ટ્રાફિક વ્યયવસ્થા આવનારા સમયમાં કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ સીધા હેલિકોપ્ટરથી આવશે કે પછી રોડ માર્ગથી તે અમેરિકી સિક્યોરિટી એજન્સી નક્કી કરે તે પછી જ ફાઈનલ થશે.
Feb 13,2020, 18:15 PM IST
EDITOR'S POINT: શું મહાભિયોગથી બચવા માટે ઈરાન પર કરાયો હુમલો?
નમસ્કાર.. સ્વાગત છે આપનું એડિટર્સ પોઈન્ટમાં... હું દીક્ષિત સોની. આજે આપની સમક્ષ લઈને આવ્યો છું આશાનું એક એવું કિરણ.. જેનાથી આખા વિશ્વને હાશકારાનો અનુભવ થશે... વિશ્વની સૌથી મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપે ઈરાન પર કોઈ સૈન્ય પ્રવૃતિ કરવાનો ઈનકાર કરી દીધો છે.. ઈરાન પણ સામે પક્ષે મિસાઈલથી માત્ર ડરાવવા માટે હુમલો કરી રહ્યું છે... જોકે બંને દેશો વચ્ચે હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.. આજના સમયમાં બંને દેશો વચ્ચેના ટકરાવને જો કોઈ શાંત કરાવી શકે તો તે ભારત છે... ત્યારે ભારત માટે એકબાજુ કપરી પરીક્ષા છે તો બીજી બાજુ સુવર્ણ તક છે.. કઈ રીતે તે સમજવાનો પ્રયાસ કરીશું એડિટર્સ પોઈન્ટમાં..
Jan 9,2020, 22:30 PM IST

Trending news