amphomul injection
વડોદરામા મ્યુકોરમાઈકોસિસના દર્દી એટલા વધ્યા કે ઉભો કરવો પડ્યો નવો વોર્ડ
- વડોદરા જિલ્લા સિવાય સૌરાષ્ટ્ર-ભાવનગર, બોટાદના દર્દીઓ પણ સારવાર માટે વડોદરામાં આવી રહ્યાં છે
- મ્યુકોરમાઇકોસિસ રોગના દર્દીઓના થઇ રહેલા વધારાના પગલે સયાજી હોસ્પિટલમાં નવો બીજો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી
દેશમાં મ્યુકોરમાઈકોસિસના સૌથી વધુ કેસ રાજકોટમાં, કેન્દ્રની ટીમનો જીવ પણ ઉંચો થયો
દેશમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસ (mucormycosis) ના રાજકોટમાં કેસ નોંધાયા છે. આ કારણે દિલ્હીની ટીમ પણ હરકતમાં આવી છે. બુધવારે રાત્રે એઇમ્સના ડાયરેકટર ડો. ગુલેરિયા, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, દેશના અગ્રણી તબીબો અને રાજકોટ સિવિલ હોસ્પિટલના તમામ અધિક્ષકો હાઈ લેવલની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાતમાં રાજકોટ (rajkot) અને અમદાવાદમાં જ સૌથી વધુ ત્રણ આંકડામાં મ્યુકોરમાઈકોસિસના કેસ નોંધાયા છે.
May 14, 2021, 11:04 AM ISTરાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના રોજ 50 કેસ આવતા 400 બેડ ઉભા કરાયા
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ કારણે જ સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે રાજકોટ આવી રહ્યા છે. અત્યાર સુધી મ્યુકોરમાઇકોસિસ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 200 બેડ શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ મ્યુકોરમાઇકોસિસ (mucormycosis) ના કેસ વધતા 200 બેડમાંથી 400 બેડ કરવામાં આવ્યા છે.
May 13, 2021, 01:10 PM ISTવડોદરામાં મ્યુકોરમાઇકોસિસના બે દર્દીના આંખના ડોળા કાઢવા પડ્યા, એકનું મોત
કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ વધી રહ્યાં છે. સાથે જ તેના દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ મ્યુકોરમાઈકોસિસનું સંકટ તોળાઈ રહ્યું છે. વડોદરામાં મ્યુકોરમાઈકોસિસ (mucormycosis) થી પીડાતા બે દર્દીઓના આંખના ડોળા કાઢવા પડ્યા છે. તો એક દર્દીનું મોત નિપજ્યું છે.
May 12, 2021, 08:50 AM ISTમ્યુકોરમાઈકોસિસના કેસ વધતાં ઈન્જેક્શનની અછત, રાજકોટમાં સગા ઠેરઠેર ધક્કા ખાઈ રહ્યાં છે
- રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના 300 કરતા વધુ કેસ છે. કોરોનાની સાથે દર્દીને આ રોગ આવતા દર્દી જોખમ ખૂબ જ વધી જાય છે
- સતત કેસ વધવાથી આ બીમારીમાં ઉપયોગી એવા એમફોમોલ ઇન્જેક્શનની અછત સર્જાઈ, જે 1700 રૂપિયાનું આવે છે
કોરોનાથી પણ ખતરનાક મ્યુકોરમાઈકોસિસ માટે રાજકોટમાં અલગ વોર્ડ બનાવાયો
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મનોચિકિત્સક વોર્ડમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે 30 બેડની સુવિધા ઉભી કરાઈ
- કોરોનાથી સાજા થયેલા 250 દર્દીઓ પર હાલ નજર રાખવામાં આવી રહી છે