Gujarat rajasthan border News

ભગવાન ભરોસે ખુલ્લી મૂકાઈ ગુજરાત-રાજસ્થાન બોર્ડર, બેરોકટોક થઈ રહી છે અવરજવર
કોરોનાનું સંક્રમણ વધતાં દરેક રાજ્ય બહારથી આવતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરી રહ્યા છે. જેમાં ગુજરાત અને રાજસ્થાનનો પણ સમાવેશ થાય છે. તેમ છતાં બનાસકાંઠામાં આવેલી ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર ગંભીર બેદરકારી જોવા મળી છે. ZEE 24 કલાકે રિયાલિટી ચેક કર્યું તો માઉન્ટ આબુ અને અંબાજી વચ્ચે આવેલી ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર પ્રવાસીઓ બેરોકટોક અવર-જવર કરતા જોવા મળ્યા. પ્રવાસીઓની તપાસ કરવા કે તેમની પાસે RTPCR ટેસ્ટ માગવા માટે ચેકપોસ્ટ પર કોઈ અધિકારી જ જોવા ન મળ્યા. બંને રાજ્યમાં કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે. ત્યારે તંત્ર ઉંઘમાથી જાગે અને માઉન્ટ આબુ અને અંબાજી વચ્ચને બોર્ડર પર સઘન તપાસ શરૂ કરે તે જરૂરી બન્યું છે. જો તંત્ર ઉંઘમાંથી નહીં જાગે તો હજુ કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા છે.
Mar 31,2021, 7:24 AM IST
સતત બીજા દિવસે બનાસકાંઠામાંથી દારૂનો જથ્થો પકડાયો, 29 લાખની વિદેશી દારૂ લઈ
ગુજરાત (Gujarat) સરકારની દારૂબંધી (Liquor Ban) ની ગુલબાંગો વચ્ચે આજે ફરીથી ગુજરાત-રાજસ્થાન બોર્ડર (Gujarat Rajasthan Border) પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ મળે છે તેવો જવાબ રાજસ્થાન સરકારે ગુજરાત સરકારને આપ્યો હતો. ત્યારે આજે સતત બીજા દિવસે રાજસ્થાન  (Rajasthan) ગુજરાત બોર્ડર (Border) પાસેથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. ગઈકાલે બોર્ડર પાસેથી 2 લાખની કિંમતનો દારૂ પકડાયો હતો. ત્યારે આજે 29 લાખનો દારૂનો જથ્થો પકડાયો છે. ઉલ્લેખનીય છે કે, હવે રાજ્ય (Gujarat Police) ની તમામ પોલીસને દારૂ અને જુગારના અડ્ડાઓ પર દરોડાની કાર્યવાહી કરવા માટે ગાંધીનગર પોલીસ ભવનથી ફેક્સ કરી આદેશ અપાયા છે.
Oct 11,2019, 10:52 AM IST
દારૂબંધીના કાયદાની ઐસી કી તૈસી : ભચાઉ અને થરાદમાં વિદેશી દારૂનો મોટો જથ્થો
Oct 10,2019, 10:32 AM IST

Trending news