Hip replacement surgery News

Photos : દેશના સૌથી લાંબા વ્યક્તિની હિપ રિપ્લેસમેન્ટ સર્જરી અમદાવાદની હોસ્
ભારતના સૌથી લાંબા વ્યક્તિની સફળ હિપ રીપ્લેસમેન્ટ સર્જરી કે.ડી. હોસ્પિટલના તબીબોએ કરી. રાજ્યમાં આરોગ્ય લક્ષી સુવિધાઓ એક પછી એક વધી રહી છે, ત્યારે અમદાવાદના એસજી હાઈવે પર આવેલી કે.ડી. હોસ્પિટલે વધુ એક સિદ્ધિ મેળવી છે. જેમાં ભારતના સૌથી લાંબા વ્યક્તિ ધર્મેન્દ્ર પ્રતાપસિંઘની સર્જરી કરાઈ છે. ધર્મેન્દ્ર સિંગની ઊંચાઇ 8 ફૂટ 1 ઇંચ છે, તેઓ 6 વર્ષથી થાપાના સાંધાના દુખાવાથી પરેશાન હતા. તેમને ચાલવામાં તેમજ અન્ય ગતિવિધિમાં તકલીફ પડી રહી હતી. જેના કારણે તેમને પોતાની પીઠમાં પણ અસહ્ય દુખાવો થઇ રહ્યો હતો. ભારતના આ સૌથી લાંબા વ્યક્તિને ચાલવા માટે પણ ટેકો લેવો પડતો હતો. વાંસની લાકડીના સહારે તેઓ ચાલતા હતા. ત્યારે કેડી હોસ્પિટલના તબીબોએ તેમની સફળ સર્જરી કરી છે. સિનિયર સર્જન ડો. અતીત શર્મા, ડો. અમીર સંઘવી, ડો. હેમાંગ અંબાણી , ડો. ચિરાગ પટેલે આ સર્જરી પાર પાડી હતી. ધર્મેન્દ્ર પ્રતાપસિંઘ હવે સામાન્ય ટેકા સાથે અને પીડા વિના ચાલવામાં સક્ષમ થયા છે. 
Sep 25,2019, 9:55 AM IST
અમદાવાદમાં ભારતના સૌથી લાંબા વ્યક્તિની કરાઈ સફળ હિપ રીપ્લેસમેન્ટ સર્જરી
ભારતના સૌથી લાંબા વ્યક્તિની સફળ હિપ રીપ્લેસમેન્ટ સર્જરી કે.ડી. હોસ્પિટલના તબીબોએ કરી. રાજ્યમાં આરોગ્ય લક્ષી સુવિધાઓ એક પછી એક વધી રહી છે ત્યારે કે.ડી. હોસ્પિટલે વધુ એક સિદ્ધિ મેળવી છે. જેમાં ભારતના સૌથી લાંબા વ્યક્તિ ધર્મેન્દ્ર પ્રતાપસિંઘ જેમની ઊંચાઇ 8 ફૂટ 1 ઇંચ છે તેઓ 6 વર્ષથી થાપાના સાંધાના દુખાવાથી પરેશાન હતી અને તેમને ચાલવામાં તેમજ દૈનિક પ્રક્રિયાઓમાં તકલીફ પડી રહી હતી. જેના કારણે તેમને પોતાની પીઠમાં પણ અસહ્ય દુખાવો થઇ રહ્યો હતો અને ચાલવા માટે પણ ટેકો લેવો પડતો હતો. વાંસની લાકડીના સહારે તેઓ ચાલતા હતા ત્યારે કેડી હોસ્પિટલના તબીબોએ તેમની સફળ સર્જરી કરી છે. સિનિયર સર્જન ડો. અતીત શર્મા, ડો. અમીર સંઘવી, ડો. હેમાંગ અંબાણી , ડો. ચિરાગ પટેલે આ સર્જરી પાર પાડી હતી. ધર્મેન્દ્ર પ્રતાપસિંઘ હવે સામાન્ય ટેકા સાથે અને પીડા વિના ચાલવામાં સક્ષમ થયા છે.
Sep 25,2019, 10:01 AM IST

Trending news