Sun shine News

મુખ્યમંત્રીએ કહ્યું, ઉગતા સૂર્યની ભૂમિ છે દાહોદ, હવે વિકાસ થકી તે ઝળહળી ઉઠશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી સાથે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અહીં તેમણે પ્રાસંગિક ઉદ્બોદ્ધન કરતા જણાવ્યું કે, આદિજાતિ બંધુઓના સર્વાગી વિકાસ માટે પ્રધાનમંત્રીના નેતૃત્વ, સંકલ્પ અને માર્ગદર્શનમાં છેલ્લા બે દાયકામાં રૂ. ૧ લાખ કરોડથી વધુના વિકાસકાર્યો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના આદિવાસી વિસ્તારોને મેક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બિંદુ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. અંબાજીથી ઉમરગામ સુધીના ગુજરાતના આદિવાસી બેલ્ટમાં પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, સિંચાઇ જેવી પ્રાથમિક સુવિધાઓથી સંપન્ન બનાવ્યા બાદ હવે આ વિસ્તારને મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવી રહ્યો છે. દાહોદ જેવા વિસ્તારમાં રૂ. ૨૦ હજાર કરોડના મૂડી રોકાણથી આદિવાસી વિસ્તારમાં આર્થિક વિકાસનો નવો સૂર્યોદય થશે તેમ પણ જણાવ્યું હતું. 
Apr 20,2022, 23:44 PM IST

Trending news