Revolt એ લોન્ચ કરી ભારતની પ્રથમ Al બાઇક RV400, મોબાઇલ ફોનથી થશે સ્ટાર્ટ

માઇક્રોમેક્સ (Micromax) અને Revolt Intellicorp ના સંસ્થાપક રાહુલ શર્માએ ભારતમાં પહેલી ઇલેક્ટ્રિક લોન્ચ કરી છે. આ બાઇક આર્ટિફિશિયલ ઇંટેલિજેંસી ટેક્નિકથી સજ્જ છે. તેને તમે મોબાઇલ ફોન વડે પણ સ્ટાર્ટ કરી શકો છો. બાઇકમાં કિક સ્ટાર્ટ અને સેલ્ફ બંને સુવિધા આપવામાં આવી છે. આ બાઇક પેટ્રોલથી નહી પરંતુ બેટરીથી ચાલે છે. 
Revolt એ લોન્ચ કરી ભારતની પ્રથમ Al બાઇક RV400, મોબાઇલ ફોનથી થશે સ્ટાર્ટ

નવી દિલ્હી: માઇક્રોમેક્સ (Micromax) અને Revolt Intellicorp ના સંસ્થાપક રાહુલ શર્માએ ભારતમાં પહેલી ઇલેક્ટ્રિક લોન્ચ કરી છે. આ બાઇક આર્ટિફિશિયલ ઇંટેલિજેંસી ટેક્નિકથી સજ્જ છે. તેને તમે મોબાઇલ ફોન વડે પણ સ્ટાર્ટ કરી શકો છો. બાઇકમાં કિક સ્ટાર્ટ અને સેલ્ફ બંને સુવિધા આપવામાં આવી છે. આ બાઇક પેટ્રોલથી નહી પરંતુ બેટરીથી ચાલે છે. 

મોબાઇલ વડે થશે સ્ટાર્ટ
ભારતમાં આ પહેલી બાઇક છે જે મોબાઇલ ફોન વડે સ્ટાર્ટ થશે. તેના માટે તમારે પોતાના મોબાઇલ પર My Revolt App ડાઉનલોડ કરવી પડશે.  My Revolt App ને ગૂગલ પ્લે સ્ટોર દ્વારા ડાઉનલોડ કરવામાં આવી શકે છે. આ એપની મદદથી બાઇકનું લોકેશન પણ ટ્રેક કરી શકાય છે. તેમાં બેટરીમાં કેટલું ચાર્જિંગ બચ્યું છે, એ પણ ખબર પડી જશે.

બેટરી ચાર્જિંગની સુવિધા
Revolt બાઇકમાં બેટરી ચાર્જિંગ માટે ઘણા પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે. બેટરીને પ્લગ સોકેટ દ્વારા પણ ચાર્જ કરી શકાય છે. જો કોઇ પરેશાની હોય તો બેટરી કાઢીને ઘરમાં ચાર્જ કરીને ફરીથી બાઇકમાં લગાવી શકાય છે. સાથે જ મોબાઇલ સ્વૈપ સ્ટેશન દ્વારા તેને સ્વાઇપ પણ કરી શકાય છે. એઆરએઆઇ સર્ટિફિકેશટમાં તેની રેંજ 156 કિલોમીટર કહેવામાં આવે છે.
 

કંપની આ ઇ-બાઇકના નિર્માણ પર લગભગ 2 વર્ષથી કામ કરી રહી છે. કંપનીએ પોતાના ફંડામેંટલ્સને બેંગલુરૂ સ્થિત સ્ટાર્ટઅપ અથર એનર્જીની સાથે શેર કર્યું છે. રિવોલ્ટ આરવી 400 બે કલર-રેબલ રેડ અને કોસ્મિક બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. 

શાનદાર ફીચર્સ
આરવી 400માં કંપનીએ એલઇડી લાઇટિંગ, ફૂલ ડિજિટલ ડેશ, 4જી કનેક્ટિવિટી અને ઘણા અન્ય ફીચર્સ આપવામાં આવી છે. તેમાં યૂએસડી ફોર્ક, એક મોનો શોક અને ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. કંપની 25 જૂનથી Revoltmotors.com પર બાઇકનું પ્રી બુકિંગ શરૂ કરશે. તેને Amazon India ની વેબસાઇટ પર પણ પ્રી બુક કરવામાં આવી શકે છે. અત્યારે કંપનીએ તેની કિંમત જણાવી નથી. 1000 રૂપિયામાં પ્રી બુકિંગ કરી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news