વધુ એક સસ્તો આઈફોન લાવી રહ્યું છે Apple, જાણો સંપૂર્ણ વિગતો


કંપની આ વર્ષે આઈફોન SE 2 લોન્ચ કરી ચુકી છે. હવે એપલ નવો નાની કોમ્પેક્ટ ડિસ્પ્લે વાળો આઈફોન લાવી રહી છે. કંપની તેને જલદી બજારમાં ઉતારી શકે છે. 
 

વધુ એક સસ્તો આઈફોન લાવી રહ્યું છે Apple, જાણો સંપૂર્ણ વિગતો

નવી દિલ્હીઃ Appleએ થોડા સમય પહેલાં  iPhone SE 2 લોન્ચ કર્યો હતો. હવે બધા iPhone 12ની લોન્ચિંગની રાહ જોઈ રહ્યાં છે. હવે સામે આવેલા એક રિપોર્ટ પ્રમાણે એપલ વધુ એક કોમ્પેક્ટ આઈફોન લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ આઈફોન 5.4 ઇંચ ડિસ્પ્લે સાઇઝની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. આ ડિસ્પ્લે સાઇઝ હાલના  iPhone 11 સિરીઝથી નાની છે. એપલ આઈફોન સિરીઝ કંપનીએ પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરી હતી. હવે કંપની આઈફોન 12 સિરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. નાની સાઇઝને જોતા માનવામાં આવી રહ્યું છે કે આ એપલનો વધુ એક અફોર્ડેબલ આઈફોન હોઈ શકે છે. 

iOS 14 બીટા વર્ઝનમાં મળ્યો જોવા
નવો કોમ્પેક્ટ ડિસ્પ્લે વાળો આઈફોન iOS 14 બીટા વર્ઝનમાં જોવા મળ્યો છે. આ બીટા વર્ઝનમાં નવા આઈફોન સિવાય ડિસ્પ્લે ઝૂમ ફીચર પણ જોવા મળ્યું છે. આ ફીચર દ્વારા યૂઝર નાના આઈફોન પર યૂઝર ઇન્ટરફેસને ડિસરષ્ટ કરી કોન્ટેન્ટને ઝૂમ કરી શકશે. 

હવે હાર્ટ રેટ પણ બતાવશે વાયરલેસ ઇયરબડ્સ, 6 ઓગસ્ટે  Huami કરશે લોન્ચ

આ આઈફોનમાં આવી રહ્યું છે ડિસ્પ્લે ઝૂમ ફીચર
iOS 14 બીઝા વર્ઝનમાં હાજર છે. એટલે કે જ્યારે iPhone X, XS, iPhone 11 Pro માં પણ ડિસ્પ્લે ઝૂમ ફીચરનો ઉપયોગ થઈ શકે છે. 5.4 ઇંચ આઈફોનમાં 960x2079 પિક્સલનું રિઝોલૂશન આપી શકાય છે. 

આઈફોન SE 2 આ વર્ષે થયો હતો લોન્ચ
આ પહેલા કંપનીએ આ વર્ષે આઈફોન SE 2 લોન્ચ કર્યો હતો. એપલે નવો SE 2 બ્લેક, વાઇટ અને પ્રોજક્ટ રેડ કલર વિકલ્પમાં લોન્ચ કર્યો હતો. ખાસ વાત છે કે કંપનીની આ ડિવાઇઝ ખરીદનાર યૂઝરોને એક વર્ષ સુધી  Apple TV Plus નું પણ સબ્સક્રિપ્શન ફ્રી આપવાની છે. ડિઝાઇન ભલે જૂની હોય પરંતુ આ ડિવાઇઝમાં એપલની A13 બાયોનિક ચિપ આપવામાં આવી છે. આ એપલ ચિપ લેટેસ્ટ iPhone 11 અને iPhone 11 Pro મોડલ્સમાં પણ જોવા મળી ચુકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news