Gmail માં વારંવાર આવતા નકામા મેઈલથી પરેશાન છો? એકવાર આ સેટિંગ કરો, પછી નહીં આવે કામ વગરના મેઈલ

જીમેઈલમાં આ સેટિંગ કરવાથી તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો તુરંત જ તમારા અકાઉન્ટમાં જઈને જીમેઈલના આ અપડેટેડ સેટિંગ વિશે જાણી લો....

Gmail માં વારંવાર આવતા નકામા મેઈલથી પરેશાન છો? એકવાર આ સેટિંગ કરો, પછી નહીં આવે કામ વગરના મેઈલ

નવી દિલ્લીઃ Gmail આપણા રોજિંદા ઉપયોગનું એક સૌથી શ્રેષ્ઠ માધ્યમ બની ગયું છે. સરકારી હોય કે ખાનગી પછી કોઈ ધંધા-રોજગારમાં Gmail વગર ચાલી શકે તેમ નથી. એક જગ્યાએથી લેખિત સંદેશો પહોંચાડવાનું આ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. પરંતુ Gmailનો વપરાશ કરતા લોકોને અનેક કામ વગરના મેઈલ સતત આવ્યા કરતા હોય છે. જેને ડિલેટ કરીને યુઝર કંટાળી જાય છે. પરંતુ આજે અમે આપને એક એવા સેટિંગ વિશે વાત કરીશું જે તમે કરશો તો એક પણ નકામો મેઈલ નહીં આવે. કામ સિવાયના મેઈલ દૂર થઈ જશે. તો આવો ફટાફટ જાણીએ કયું છે આ સેટિંગ?.

Gmail આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને Android યુઝર્સ માટે એક આવશ્યક એપ્લિકેશન છે. એન્ડ્રોઇડ ફોન ચલાવવા માટે યુઝર્સને માત્ર Gmailની જરૂર છે. જ્યારે Gmailનો ઘણો ઉપયોગ થાય છે ત્યારે તેમાં સ્ટોરેજની સમસ્યા પણ આવવા લાગે છે. આવી સ્થિતિમાં Gmail એકાઉન્ટમાંથી બિનજરૂરી ઈમેલ ડીલીટ કરવા પડે છે. જો તમે પણ આ નકામા ઈમેલથી પરેશાન છો તો હવે તમારે વધુ ચિંતા કરવાની જરૂર નથી. હવે આ ઈમેલ તમારા ઈનબોક્સમાં આવતાની સાથે જ તે આપમેળે ડિલીટ થઈ જશે. તમને તેના વિશે ખબર પણ નહીં હોય.

આપણામાંથી ઘણાને આ વાત ખબર નહીં હોય પરંતુ આ સુવિધા Gmailમાં ઉપલબ્ધ છે. આજે અમે તમને જણાવીશું. જેના ઉપયોગ કરી તમે તમારા બધા બિનજરૂરી Gmail ઓટોમેટિક ડિલીટ કરી શકો છો. જેનાથી તમારું સ્ટોરેજ પણ ખાલી થઈ જશે. સૌથી સારી વાતે એ છે કે તમારે તેમને અલગથી ડિલીટ કરવામાં સમય બગાડવો પડશે નહીં. Gmailના આ અનોખા ફીચરનું નામ છે ‘ફિલ્ટર્સ ફોર ઓટો-ડિલીશન’. તે માત્ર સરળતાથી ઉપલબ્ધ નથી, પરંતુ તે વાપરવા માટે પણ ખૂબ જ સરળ છે. આ ફીચર દ્વારા નકામા Gmail ઓટોમેટીક ડીલીટ કરી શકાય છે.

આવી રીતે બિનજરૂરી મેઈલ કરો ડિલેટ:
-સૌથી પહેલા તમારું Gmail એકાઉન્ટ ઓપન કરો.
-સર્ચ બારમાં ‘ફિલ્ટર’નો વિકલ્પ દેખાશે, જો સર્ચ બારમાં ‘ફિલ્ટર’નો ઓપ્શન ન દેખાય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
-આ વિકલ્પ સેટિંગ્સમાં, ‘Filters and Blocked Addresses’ના ટેબમાં જોવા મળશે, જેમાં તમારે ફક્ત ‘Create Filter’ પર ક્લિક કરવાનું રહેશે.
-‘ફિલ્ટર’ વિકલ્પ પર ક્લિક કર્યા પછી, સૌથી ઉપર ‘From’ લખવામાં આવશે.
-ત્યાં ફક્ત તે E-mailનું નામ અથવા ઇમેઇલ એડ્રેસ લખો. જેને તમે ડિલીટ કરવા માંગો છો. ઉદાહરણ તરીકે, જો તમને Paytm, Voot, Quora, Facebook, LinkedIn જેવી સર્વિસમાંથી ઈમેલ જોઈતો નથી, તો તમે ફક્ત તેમનું ઈમેલ આઈડી દાખલ કરી શકો છો, જેના પછી તમને બિનજરૂરી મેસેજ નહીં મળે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news