Google Pay યુઝર્સ માટે શાનદાર અપડેટ, હવે PIN વગર પણ થશે પેમેન્ટ; જાણો કેવી રીતે
Reserve Bank of India: UPI લાઇટનો હેતુ ડિજિટલ પેમેન્ટને સરળ બનાવવાનો છે. ગૂગલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે UPI લાઇટ સાથે, યુઝરને તાત્કાલિક ચુકવણી માટે એક દિવસમાં 4,000 રૂપિયા સુધી જમા કરવાની સુવિધા મળશે.
Trending Photos
How to Activate UPI Lite: જો તમે પણ Google Payનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. ભારતીય યુઝર્સ માટે Google Pay દ્વારા UPI લાઇટ સુવિધા શરૂ કરવામાં આવી છે. આનાથી યૂઝર્સને ડિજિટલ પેમેન્ટ કરવું સરળ બનશે. UPI લાઇટ દ્વારા, Google Pay યુઝર્સ રોજિંદી જરૂરિયાતો જેમ કે કરિયાણા, નાસ્તો અને કેબ સવારી માટે ચૂકવણી કરી શકશે. UPI લાઇટ RBI દ્વારા સપ્ટેમ્બર 2022 માં લોન્ચ કરવામાં આવી હતી.
એક જ વારમાં 200 રૂપિયા ચૂકવી શકશે
યુઝર્સ UPI Lite એકાઉન્ટમાંથી એક સમયે 200 રૂપિયા સુધી મોકલી શકે છે. આ સેવામાં ચુકવણી માટે કોઈપણ પ્રકારનો પિન દાખલ કરવાની જરૂર નથી. UPI લાઇટનો હેતુ ડિજિટલ પેમેન્ટને સરળ બનાવવાનો છે. ગૂગલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે UPI લાઇટ સાથે, યુઝરને તાત્કાલિક ચુકવણી માટે એક દિવસમાં 4,000 રૂપિયા સુધી જમા કરવાની સુવિધા મળશે. પરંતુ એક સમયે વધુમાં વધુ 200 રૂપિયા જ ચૂકવી શકાશે.
UPI પિન દાખલ કરવાની જરૂર નથી
NPCI દ્વારા ડિઝાઇન કરાયેલ આ સુવિધામાં, નાની ચુકવણી કરવા માટે UPI PIN દાખલ કરવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે Paytm અને PhonePe એ તેમના પ્લેટફોર્મ પર આ સુવિધા પહેલાથી જ શરૂ કરી દીધી છે. હાલમાં 15 બેંકો UPI લાઇટને સપોર્ટ કરે છે.
Google Pay પર UPI Lite કેવી રીતે એક્ટિવ કરવું?
-સૌથી પહેલા Google Pay એપ પર જાઓ.
-ફોનની સ્ક્રીનના ઉપરના જમણા ખૂણે પ્રોફાઇલ આઇકન શોધો અને ટેપ કરો.
-નીચે સ્ક્રોલ કરો અને 'UPI Lite' ફીચર સર્ચ કરો.
-તેના પર ટેપ કરો. આ UPI લાઇટ વિશે સૂચનાઓ અને વિગતો સાથે એક નવી સ્ક્રીન ખોલશે.
-હવે એક્ટિવેટ UPI લાઇટ પર ટેપ કરો.
-તમારું બેંક એકાઉન્ટ લિંક કરો અને ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો.
-એકવાર પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, પછી તમને એક કનફર્મેશન મેસેજ મળશે. જણાવવામાં આવશે કે UPI લાઇટ એક્ટિવેટ થઈ ગયું છે.
-હવે તમે તમારા UPI Lite એકાઉન્ટમાં એક જ વારમાં ₹2,000 સુધી અને બે તબક્કામાં ₹4000 સુધીનું ભંડોળ એડ કરી શકો છો.
આ પણ વાંચો:
PM મોદીને મળ્યું ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન,આ સન્માન મેળવનારા પહેલા ભારતીય PM
ચોમાસામાં ફરવા માટે આ જગ્યાઓ છે બેડ ચોઈસ, ભુલથી પણ આ સીઝનમાં ટ્રીપ પ્લાન ન કરતાં
August Grah Gochar: જાણો કઈ કઈ રાશિઓને થશે સૂર્ય, મંગળ અને શુક્રના ગોચરથી લાભ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે