World of Censors: એક ઈશારા પર કેવી રીતે થઈ જાય તમામ કામ! જાણો સેન્સરની દુનિયાની રોચક કહાની

આજે આપણે ચારેબાજુ સેન્સરોથી ઘેરાયેલા છીએ. જેથી આપણએ આંખલા પલકારે કામ કરતા થયા છીએ. પરંતુ આ સેન્સરની શોધ સદીઓ જુની છે. પરંતુ હવે સેન્સર ક્ષેત્રે નવી જ ક્રાંતિ સર્જાઈ છે.

World of Censors: એક ઈશારા પર કેવી રીતે થઈ જાય તમામ કામ! જાણો સેન્સરની દુનિયાની રોચક કહાની

નરેશ ધારાણી, અમદાવાદઃ આજે આપણે ચારેબાજુ સેન્સરોથી ઘેરાયેલા છીએ. જેથી આપણએ આંખલા પલકારે કામ કરતા થયા છીએ. પરંતુ આ સેન્સરની શોધ સદીઓ જુની છે. પરંતુ હવે સેન્સર ક્ષેત્રે નવી જ ક્રાંતિ સર્જાઈ છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે મોટી-મોટી ઓફિસ, ફાઈવ સ્ટાર હોટલના પ્રવેશ દ્વાર પર લાગેલા કાંચના દરવાજા તમારા આવવા પર આપોઆપ કેમ ખુલ્લી જાય છે. માત્ર અડવાથી કેવી રીતે સ્માર્ટ ફોન અનલોક થઈ જાય છે. વધુ સમય ફ્રિજ ખુલ્લું રાખવાથી કેમ અલાર્મ વાગવા લાગે છે. ઘરમાં લાગેલા એર કંડીશનર ક્યારે ઠંડી તો ક્યારે ગરમ હવા કેમ આપમેળે આપે છે. આ બધો કમાલ છે સેન્સરનો. તો આવો જાણીએ આ સેન્સરનો ઈતિહાસ...

આપણી આસપાસ થતી તમામ ઘટનાઓ એક એવી ટેક્નોલોજીને વરેલી હોય છે. જેમાં અલગ અલગ ઘટનાને ઓળખી પોતાની રીતે કામ કરે છે. જેની આપણે સરળ ભાષામાં સેન્સર કહીએ છીએ. આજના યુગમાં આપણે ચારેબાજુથી સેન્સરથી ઘેરાયેલા છીએ. શરીરની ચામડીથી લઈને મોબાઈલની સ્ક્રીન સુધી, બાળકોના રમકડાંથી લઈને પુરપાટ દોડતી ગાડીઓ સુધી મોટાભાગે સેન્સર લાગેલા હોય છે. સેન્સર આપણા જીવનનો અભિન અંગ બની ગયું છે. જેથી સેન્સર અંગે જાણવાની દરેકના મનમાં ઉત્સુકતા હોય છે.

શું છે સેન્સર અને તેનો ઈતિહાસ:
સેન્સર એક એવી વસ્તુ છે જે બહારથી મળેલા ઈનપુટને ઓળખી તેના પર આપમેળે અમલ કરે છે. આ પ્રક્રિયાની સારીરીતે પાર પાડતા ઉપકરણને સેન્સર કહેવામાં આવે છે. સેન્સરને મળતા આ ઈનપુટ પ્રકાશ, દબાણ, ધ્વની, ઠંડી, ગતિ સહિત કંઈ પણ હોય શકે છે. સેન્સરોની શોધ ઈ.સ. પૂર્વે ત્રીજી સતાપ્દીમાં થઈ હતી.ફ્લિઓ નામના વૈજ્ઞાનિકે એવું ઉપકરણ બનાવ્યું હતું કે જેનાથી બહારના તાપમાન મુજબ અંદરની હવા અંગે માહિતી મળતી હતી. તો 17મી સદીમાં ગૈલિલિયોએ થર્મોમીટરની શોધ કરી હતી.

સેન્સરના પ્રકાર:
1931માં ભૌતિક વૈજ્ઞાનિક મૌલોનિએ માણસના શરીરની ગર્મી માપવાવાળું થર્મોપાઈલ નામનું યંત્ર બનાવ્યું. ત્યારેથી ધીરે ધીરે સેન્સર આપણા જીવનનો અભિન અંગ બનવા લાગ્યા. અલગ અલગ ઈનપુટ મુજબ સેન્સરના પ્રકાર પણ અલગ અલગ હોય છે. જેમાં ગતિ અન ઠંડી માપવા માટે અલગ અલગ સેન્સર હોય છે.

તાપિય સેન્સર:
આ સેન્સર ગર્મીના ઈનપુટની ઓળખ કરે છે. તાપમાનને ઓળખી તેના પર આપમેળ કામ કરતા યંત્રન તાપિય સેન્સર કહેવાય છે. જેમાં તાવ માપવાના થર્મોમીટરનો સમાવેશ થાય છે. જેમાં તપામાન વધુ હોય તો પારો ઉપર ચડે છે અને ઓછું હોય તો પારો નીચે જાય છે.

IR સેન્સર:
IR એટલે એટલે કે ઇન્ફ્રારેડ સેન્સરનો ઉપયોગ વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનના પ્રોજેક્ટમાં કરે છે. આ સેન્સર ઇન્ફ્રારેડ રેડિયેશનને સમજવાની ક્ષમતા ધરાવે છે. આ સેન્સર IR LEDથી બનેલું છે, જેમાં આપણે IR રીસીવર તરીકે અને બીજો IR ટ્રાન્સમીટર તરીકે ઉપયોગ કરીએ છીએ. IR ટ્રાન્સમીટર ઇન્ફ્રારેડ તરંગો મોકલે છે. જ્યારે આ તરંગો પદાર્થને હિટ કર્યા પછી પાછા આવે છે. તો IR રીસીવર તેમને પ્રાપ્ત કરે છે જેથી વોલ્ટેજમાં તફાવત સર્જાય છે. આવી રીતે IR સેન્સર વસ્તુઓના તાપમાનને ઓળખી શકે છે.

UV સેન્સર:
યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ સેન્સર. અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગની તીવ્રતા માપવા સક્ષમ છે. આ સેન્સરમાં પોલીક્રિસ્ટલાઇન ડાયમંડ નામની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. જે અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગને માપવામાં મદદ કરે છે. યુવી સેન્સરની કાર્ય પદ્ધતિમાં સેન્સર એક પ્રકારની ઉર્જા લે છે અને તેને બીજી પ્રકારની ઉર્જામાં ફેરવે છે. યુવી સેન્સરનો ઉપયોગ ફાર્મસી, ઓટોમોબાઈલ, રોબોટિક્સ, પ્રિન્ટિંગ ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગ વગેરેમાં થાય છે.

ટચ સેન્સર:
આધુનિક યુગમાં દરેક વ્યક્તિ પોતાની આગળીના ઈશારે તમામ કામમાં પોતાના મોબાઈલમાં કરે છે. જે ટચ સેન્સરના આધારે થાય છે. જ્યારે ટચ સેન્સર પર કોઈ પણ પ્રકારનું બળ અથવા દબાણ લાગુ પડે છે ત્યારે અંદરનું સર્કિટ બંધ થઈ જાય અને સેન્સર કામ કરવાનું શરૂ કરે છે. જ્યારે દબાણ દૂર થાય ત્યારે સર્કિટ ખુલે છે અને કામ કરવાનું બંધ કરે છે. આમાં બે પ્રકારના ટચ સેન્સર છે. રેઝિસ્ટિવ ટચ સેન્સર અને કેપેસિટીવ ટચ સેન્સર. જેમાં રેઝિસ્ટિવ સેન્સર બે લેયરમાં બનેલું છે અને ટોપ લેયર પર વોલ્ટેજ આપવામાં આવે છે. કેપેસિટીવ સેન્સરમાં બળ પ્રયોગ નથી કરવામાં આવતો. આ સેન્સર આપણા શરીરની ચામડીના આધારે કામ કરે છે.

પ્રોક્સિમિટી સેન્સર:
આ સેન્સર નજીકમાં મૂકવામાં આવેલી વસ્તુઓને શોધવા માટે વધુ ઉપયોગી છે. જેમાં ઇન્ડક્ટિવ, કેપેસિટીવ, અલ્ટ્રાસોનિક, ફોટોઇલેક્ટ્રિક સહિતના અનેક સેન્સરનો ઉપયોગ થાય છે. આ સેન્સર ઇલેક્ટ્રોમેગ્નેટિક અથવા ઇલેક્ટ્રોસ્ટેટિક ક્ષેત્ર બનાવે છે અને તેમાં ફેરફારની રાહ જુએ છે. જેથી આપણે નજીકમાં મૂકેલી વસ્તુ શોધી શકીએ છીએ. તેનો ઉપયોગ વિન્ડોઝમાં એલાર્મ સહિત ઘણા સ્થળે થાય છે.

આધુનિક સેન્સરોએ બદલી દુનિયા:
બજારમાં વિવિધ પ્રકારના સેન્સર જોવા મળે છે. જે એકદમ આધુનિક છે. મેગ્નેટિક પ્રિન્ટ સેન્સર, ઓપ્ટિકલ કેરેક્ટર સેન્સર સહિતના અવનવા સેન્સર આવ્યા છે. આજે આપણે ચારે બાજુથી સેન્સરથી ઘેરાયેલા છીએ. સેન્સરોએ આપણા જીવનને નવી ગતિ આપી છે. જેથી આપણે ઘણી નવી બાબતોનું મૂલ્યાંકન અને અભ્યાસ કરવાની સ્થિતિમાં છીએ. સેન્સરોમાં આવી રહેલી ક્રાંતિ આગામી સમયમાં જીવન વધુ સરળ બનાવશે તેવી આશા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news