Under Rs 10 lakh: Nexon કરતાં પણ વધુ સ્પેસ, 5 નહી 7 લોકો બેસી શકશે, 30 Km ની માઇલેજ
7 seater car under rs 10 lakh: મોટી ફેમિલી માટે 7 સીટર કાર બેસ્ટ હોય છે, પરંતુ ઘણીવાર લોકો ઓછા બજેટના કારણે લોકો કોમ્પેક્ટ એસયૂવીથી કોમ્પ્રોમાઇઝ કરી લે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે એક એવી 7 સીટર કાર વિશે જે અફોર્ડેબલ કિંમત પર આવે છે.
Trending Photos
Maruti Ertiga Specifications: દરેકનું સપનું હોય છે કે તે પોતાની ફેમિલી માટે એક એવી કાર ખરીદે, જે કંફર્ટેબલ હોવાની સાથે જ એવી પણ હોય, જેમાં પરિવારના સભ્યો એકસથે બેસીને મુસાફરી કરી શકે. જ્યારે એવી કારની વાત થાય છે તો લોકોના મનમાં સૌથી પહેલાં એક 7 સીટરનો વિચાર આવે છે. જો પરિવાર મોટો હોય તો 7 સીટર કારથી સારો વિકલ્પ બીજો કોઈ ન હોઈ શકે. પરંતુ અહીં સૌથી મોટી સમસ્યા એ છે કે દરેક વ્યક્તિને 7 સીટર કાર પોસાય તેમ નથી. એમપીવી એટલે કે 7 સીટર કાર મોંઘી છે અને તેના મેંટેનેન્સનો ખર્ચ પણ વધુ થાય છે. બીજી તરફ તેમની માઈલેજ પણ સારી હોતી નથી. એવામાં મોટાભાગની 7 સીટર કાર સામાન્ય પરિવારની પહોંચની બહાર થઈ જાય છે.
કેવી હશે Maruti Suzuki Swift 2024, પહેલીવાર થયો ખુલાસો, ફીચર્સ જોઇ થઇ જશે પ્રેમ
ડોક્ટર એન્જીનિયરોનો પ્રથમ પ્રેમ છે આ સસ્તી કાર, 24 વર્ષથી છે નંબર 1, જબરી છે ડિમાન્ડ
હવે જ્યારે કોમ્પેક્ટ એસયૂવીની વાત આવે છે કે તો ટાટા નેક્સોન (Tata Nexon) તરફ લોકોનું ધ્યાન જાય છે. કાર સારી છે પરંતુ 5 સીટર હોવાથી એક મોટી ફેમિલી માટે નાની પડે છે. પરંતુ જો તમને એમ કહેવામાં આવે એક એવી કાર પણ ઉપલબ્ધ છે જેમાં નેક્સોન કરતાં પણ વધુ સ્પેસ છે, ફીચર્સમાં પણ ટક્કર આપે છે. કિંમત પણ લગભગ બરાબર છે અને સૌથી મોટી વાત એ છે કે 7 સીટર કાર છે.
કારની માઇલેજની વાત કરવામાં આવે તો નેક્સોનની માઇલેજ પણ તેના કરતાં ઘણી ઓછી છે. હવે તમે વિચારતા હશો કે કઈ કાર ટાટાની સૌથી વધુ વેચાતી નેક્સોનને માત આપી શકે છે. જાણી લો કે આ કાર દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની દ્વારા બનાવવામાં આવી છે અને તે સતત સૌથી વધુ વેચાતી કારની યાદીમાં પોતાનું સ્થાન બનાવી રહી છે.
Ferrato Disrupter: 129KM રેંજ...25 પૈસા રનિંગ કોસ્ટ, લોન્ચ થઇ ધાંસૂ ઇલેક્ટ્રિક બાઇક
દુનિયાની પ્રથમ CNG Motorcycle લાવી રહી છે Bajaj, પેટ્રોલ- EV ને આપશે સીધી ટક્કર
આ છે દેશની સૌથી પોપુલર 7 સીટર કાર
અહીં અમે વાત કરી રહ્યા છીએ મારૂતિ સુઝુકી અર્ટિગા (Maruti Suzuki Ertiga) ની જે દેશની સૌથી વધુ વેચાતી 7 સીટર કાર છે. આ 7 સીટર સારા એન્જીન અને માઇલેજ સાથ આવે છે. કંપની કારને સીનજી વેરિએન્ટમાં પણ ઓફર કરે છે. આવો તમને જણાવીએ તેમાં શું ખાસ છે અને કેમ આ કાર લોકોને પસંદ બની ગઇ છે.
કિંમત પણ વ્યાજબી
અર્ટિગા (Maruti Suzuki Ertiga) ની કિંમત વાત કરવામાં આવે તો તેનું બેસ વેરિન્ટ 8.69 લાખ રૂપિયાને એક્સ શોરૂમમાં ઉપલબ્ધ છે. તો બીજી તરફ ટોપ વેરિએન્ટ 13.03 રૂપિયા (એક્સ શોરૂમ) કિંમત પર મળી રહ્યું છે.
Maruti Suzuki ની CNG કાર ખરીદવી છે? આ મોડલ્સની છે સૌથી વધુ ડિમાન્ડ
4 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં બેસ્ટ કાર્સ, 33 Km સુધીની માઇલેજ સાથે દમદાર ફીચર્સ
ફીચર્સ પણ શાનદાર
કારના અલગ અલગ વેરિએન્ટમાં તમને 7-ઇંચ સ્માર્ટપ્લે પ્રો ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી (ટેલેમેટિક્સ), ક્રૂઝ કંટ્રોલ, ઓટો હેડલેમ્પ્સ, ક્લાઇમેટ કંટ્રોલ એસી, પેડલ શિફ્ટર્સ, 4 એરબેગ્સ, એબીએસ મળે છે. EBD, બ્રેક આસિસ્ટ, રીઅર પાર્કિંગ સેન્સર્સ, ISOFIX ચાઈલ્ડ સીટ એન્કરેજ, ESP સાથે હિલ હોલ્ડ કંટ્રોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
હાચ્ચું... પૈસા આપવા છતાં પણ બધા ખરીદી ન શકે Rolls Royce? શું હોય છે નિયમ
મોકો ચૂકતા નહી! ₹1.14 લાખ સસ્તી મળી રહી છે આ કાર, આ ગ્રાહકોને મળશે ટેક્સ ફ્રી કાર
પાવર સાથે સારી માઇલેજ
મારુતિ અર્ટિગા (Maruti Suzuki Ertiga) માં 1.5 લિટર ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તે હળવી હાઇબ્રિડ ટેકનોલોજી સાથે આવે છે. આ એન્જિન 103 bhpનો પાવર અને 136.8 Nmનો ટોર્ક જનરેટ કરે છે. કારનો પાવર સીએનજી પર પણ ઓછો નથી. CNG પર આ કાર 88 bhpનો પાવર અને 121 Nmનો ટોર્ક જનરેટ કરે છે.
નામ બડે દર્શન છોટે! દેશમાં નંબર 1 પણ વિદેશમાં ઠેંગો, 31 દિવસમાં ફક્ત 43 યૂનિટ વેચાયા
એકવાર ચાર્જ કરો 323km દોડશે, એકસાથે ખેંચી શકે છે 2 ટ્રક, 7 સેકન્ડમાં 100ની સ્પીડ
કારમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો પણ વિકલ્પ છે. નેક્સોનની વાત કરીએ તો તે 1.2 લીટર એન્જિન સાથે આવે છે. હવે જો આપણે Ertigaના માઈલેજની વાત કરીએ તો તે પેટ્રોલ પર 24 કિમી પ્રતિ લિટર અને CNG પર 30 કિમી પ્રતિ કિલો સુધીની માઈલેજ આપે છે.
સેફ્ટીની દ્રષ્ટિએ, Ertiga માં પણ ઘણી સુવિધાઓ છે, જેમ કે - 4 એરબેગ્સ, EBD સાથે ABS, બ્રેક આસિસ્ટ, રિયર પાર્કિંગ સેન્સર, ISOFIX ચાઈલ્ડ સીટ એન્કરેજ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP) અને હિલ-હોલ્ડ આસિસ્ટ. બજારમાં Ertiga, Toyota Innova Crysta, Kia Carens અને Mahindra Marazzo જેવી MPVs સાથે સ્પર્ધા કરે છે. જો કે, ક્રિસ્ટા, કેરેન્સ અને મરાઝો... આ ત્રણેય એર્ટિગા કરતાં મોંઘા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે