Reliance Jio: પહેલા મોંઘા કર્યા અને હવે આ 2 પ્લાનમાં વેલિડિટી ઘટાડી દીધી, રિચાર્જ કરાવતા પહેલા જોઈ લેજો

રિલાયન્સ જિયોએ પોતાના સૌથી સસ્તા ડેટા વાઉચરની વેલિડિટીમાં ફેરફાર કર્યો છે. મોટાભાગના જિયો યૂઝર્સ ઓછા સમય માટે ડેટા ઉપયોગ કરવા માટે આ વાઉચર પર નિર્ભર રહેતા હોય છે.

Reliance Jio: પહેલા મોંઘા કર્યા અને હવે આ 2 પ્લાનમાં વેલિડિટી ઘટાડી દીધી, રિચાર્જ કરાવતા પહેલા જોઈ લેજો

રિલાયન્સ જિયોએ પોતાના સૌથી સસ્તા ડેટા વાઉચર (19 રૂપિયા અને 29 રૂપિયાવાળા)ની વેલિડિટીમાં ફેરફાર કર્યો છે. મોટાભાગના જિયો યૂઝર્સ ઓછા સમય માટે ડેટા ઉપયોગ કરવા માટે આ વાઉચર પર નિર્ભર રહેતા હોય છે. પહેલા 19 રૂપિયાવાળું વાઉચર 15 રૂપિયામાં મળતું હતું અને 29 રૂપિયાવાળું વાઉચર 25 રૂપિયામાં મળતું હતું. પરંતુ થોડા સમય પહેલા આ વાઉચર્સની કિંમત વધારી દેવાઈ છે. તેનાથી જિયોને પ્રતિ ગ્રાહક સરેરાશ રાજસ્વ (ARPU) વધારવામાં મદદ મળશે. 

Reliance Jio Rs 19 and Rs 29 Data Voucher
રિલાયન્સ જિયોએ 19 રૂપિયાવાળા ડેટા વાઉચરની વેલિડિટી વધારી દીધી છે. પહેલા આ વાઉચરની વેલિડિટી તમારા મુખ્ય પ્લાનની વેલિડિટી જેટલી રહેતી હતી. જેમ કે જો તમારા મુખ્ય પ્લાનની વેલિડિટી 70 દિવસની હતી તો 19 રૂપિયાવાળું વાઉચર પણ એટલા દિવસ ચાલે. હવે આ વાઉચરની વેલિડિટી ફક્ત એક દિવસની થઈ ગઈ છે. 

જ્યારે 29 રૂપિયાવાળા ડેટા વાઉચર સાથે પણ આવું જ થયું છે. પહેલા આ વાઉચરની વેલિડિટી પણ તમારા મુખ્ય પ્લાનની વેલિડિટી જેટલી રહેતી હતી. પરંતુ હવે 29 રૂપિયાવાળા વાઉચરની વેલિડિટી ફક્ત 2 દિવસની થઈ ગઈ છે. 

જિયોએ આ વાઉચર્સની વેલિડિટી બદલીને પોતાની કમાણી વધારવાની કોશિશ કરી છે. જો કે ગ્રાહક પહેલાની જેમ જ પૈસા આપે છે અને એટલો જ ડેટા પણ મળી રહ્યો છે. પરંતુ હવે આ વાઉચર્સની વેલિડિટી ઘટી ગઈ છે. તેનો અર્થ એ થયો કે જો ગ્રાહકોના ચાલુ પ્લાનમાં ડેટા પૂરો થઈ જાય અને વેલિડિટી હજુ  બાકી હોય પછી તેઓ ડેટા વાઉચર લે તો તેમને ચાલુ પ્લાન જેટલી વેલિડિટી ન મળે. નવા પ્લાનમાં વેલિડિટી ઘટેલી મળે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news