Instagram પર તમારી Like નથી વધતી? Post કરવી છે ટ્રેન્ડ? આ Tips થી ઈંસ્ટા પર મચી જશે ધૂમ
ઈંસ્ટાગ્રામ (Instagram) પર હંમેશા લોકોને એ વાતની ફરિયાદ રહેતી હોય છે કે તેમના ફોલોવર્સ વધતા નથી આટલું જ નહીં જ્યારે તે પોસ્ટ કરે છે ત્યાંરે તેની રીચ વધતી નથી. જો તમે થોડી વાતોનું ધ્યાન રાખો તો તમારી આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.
Trending Photos
નવી દિલ્લીઃ ઈંસ્ટાગ્રામ (Instagram) પર હંમેશા લોકોને એ વાતની ફરિયાદ રહેતી હોય છે કે તેમના ફોલોવર્સ વધતા નથી આટલું જ નહીં જ્યારે તે પોસ્ટ કરે છે ત્યાંરે તેની રીચ વધતી નથી. જો તમે થોડી વાતોનું ધ્યાન રાખો તો તમારી આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે. સામાન્ય રીતે દરેક લોકો એવું ઈચ્છતા હોય છે કે તેમને સૌથી વધુ લાઈક મળે અને તેમની પોસ્ટ સૌથી વધુ લોકો જોવે પરંતુ લોકોની ફરિયાદ એવી હોય છે કે ઈંસ્ટાગ્રામમાં લાઈક વધતી નથી તો અમે આજે તમને એવા ઉપાયો બતાવી શું કે જે ને અપનાવીને તમે Instagram પર ધૂમ મચાવી દેશો.
જ્યારે કરો વીડિયો કે ફોટો અપલોડ:
કોઈ પણ વીડિયો કે ફોટો Upload કર્યા પહેલાં તેની સાથે જોડાયેલા Hashtags ના વિષયમાં સર્ચ કરી લો. જો તમે તમારી પોસ્ટમાં સાચા Hashtags નો ઉપયોગ કરશો તો તમારી પોસ્ટને વધુથી વધુ લોકો જોઈ શકશે. આ કારણથી તામારા ફોલોઅર્સ (Followers) વધવાની પણ સંભાવના છે. જ્યારે તમે કોઈ Trending Hashtags ની સાથે પોસ્ટ કરશો તો લોકો તમારી પોસ્ટ દેખવામાં રસ ધરાવશે.
લોકેશનને કરશે ટેગ:
જ્યારે તમે તમારી પોસ્ટ અપલોડ કરો તો પોતાના લોકેશન Location ને જરૂર ટેગ કરો. આ સિવાય તમે તમારી પોસ્ટ સાથે જોડાયેલા ફેમસ લોકોને (Famous People) ટેગ કરી શકશો જેનાથી તમારી પોસ્ટને રીચ મળશે. જો કોઈ સેલિબ્રિટીએ તમારી પોસ્ટને લાઈક કે શેર (Like or Share) કર્યું તો તમારી પોસ્ટ વાયરલ (Post Viral) થઈ શકે છે. આ કારણથી તમારા Followers ની સંખ્યા ઝડપથી વધી જશે. તમારી પોસ્ટમાં ભાષા (Language) નું પણ સંપૂર્ણ ધ્યાન રાખો.
સમયનું રાખો ધ્યાન:
જો તમે સોશિયલ મીડિયા (Social Media) નો ઉપયોગ કરો છો તો તમને એ આઈડિયા હશે કે સૌથી વધારે લોકો સોશિયલ મીડિયામાં ક્યારે એક્ટિવ રહે છે. આવામાં જે સમયે સૌથી વધુ લોકો ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ રહેતા હોય તેવા સમયે પોસ્ટ અપલોડ કરો જેનાથી તમને પોસ્ટની રીચ વધારવામાં મદદ મળશે.
ટોપીક પર ચર્ચા:
જો તમે તમારો કન્ટેન્ટ સારી ક્વોલિટી (Quality Content) નો રાખશો તો પણ Following ઝડપથી વધશે. જો તમે તમારી પોસ્ટને ટ્રેન્ડિંગમાં લાવવા ઈચ્છતા હોવ તો તાજેતરના મુદ્દાઓ (Current Topic) સાથે જોડાઓ.
જાણો કોણ તમને સાંભળે અને જોવે છે:
તમારી Audienece નું ધ્યાન રાખો અને સુંદર રીતે પોસ્ટને રજુ કરો જેનાથી તમને તમારા ફોલોઅર્સ બનાવવામાં મદદ મળશે. આ ઉપરાંત ઈંસ્ટાગ્રામમાં વધારે સમય એક્ટિવ રહો અને પોસ્ટ કરતા રહો તમે Podcasts અથવા Live Streaming માં ભાગ લઈને પણ સર્ફિલ વધારી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે