Jio Bharat J1: જિયોના સૌથી સસ્તા ફોનમાં પણ મળશે હાઈ સ્પીડ ડેટા, ફ્રી ટીવી અને ઓનલાઈન પેમેન્ટ જેવી સુવિધા, જાણો વિગતો

Jio Bharat:રિલાયંસ જિયોએ સસ્તો ફીચર ફોન લોન્ચ કર્યો છે. આ ફોનમાં દમદાર ફીચર્સ પણ કંપની આપી રહી છે. ખાસ તો ક્રિકેટના ચાહકો માટે આ ફોનમાં જબરદસ્ત ફીચર આપવામાં આવ્યું છે. આ ફોન માટે રિચાર્જ પ્લાન પણ દમદાર છે. 123 રુપિયાના રિચાર્જમાં યુઝર્સને હાઈ સ્પીડ ડેટા, અનલિમિટેડ ફ્રી કોલિંગ, 300 એસએમએસનો લાભ મળશે.

Jio Bharat J1: જિયોના સૌથી સસ્તા ફોનમાં પણ મળશે હાઈ સ્પીડ ડેટા, ફ્રી ટીવી અને ઓનલાઈન પેમેન્ટ જેવી સુવિધા, જાણો વિગતો

Jio Bharat: રિલાયંસ જિયોએ સ્માર્ટફોન માર્કેટમાં પણ ખળભળાટ મચાવી દીધો છે. કંપનીએ ગ્રાહકો માટે સૌથી સસ્તો ફીચર ફોન લોન્ચ કર્યો છે. આ ફોન એટલો સસ્તો છે કે તેની કિંમત અને ફીચર્સ વિશે જાણી તમારી આંખો ચાર થઈ જશે. વર્ષ 2023 માં કંપનીએ Jio Bharat સીરીઝ લોન્ચ કરી હતી. અત્યાર સુધીમાં આ સીરીઝમાં Jio Bharat V2, Bharat V2, Bharat V1 ફોન લોન્ચ થઈ ચુક્યા છે. પરંતુ આ વર્ષે કંપનીએ આ સીરીઝમાં સૌથી સસ્તો ફોન લોન્ચ કર્યો છે. 

Jio Bharat J1 ની કિંમત

રિલાયંસ જિયોના આ ફોનની કિંમત 1799 રૂપિયા છે. જો તમે આ અર્ફોડેબલ ફોન લેવા માંગો છો તો ઓનલાઈન એમેઝોન પર આ ફોન ઉપલબ્ધ છે. 

Jio Bharat J1 ફોનના ફિચર્સ

આ ફિચર ફોનમાં 208 ઈંચની સ્ક્રીન આપવામાં આવી છે. ફોનમાં 2500 એમએએચની દમદાર બેટરી સપોર્ટ મળે છે. આ ફોનમાં તમને તમારી ક્ષેત્રીય ભાષામાં 455 થી વધુ લાઈવ ટીવી ચેનલ જોવા મળશે. 

આ ફોનમાં ઓનલાઈન પેમેન્ટ માટે જિયો પે સપોર્ટ આપવામાં આવ્યો છે. આ એપની મદદથી યુપીઆઈ પેમેન્ટ અને ક્યુઆર કોડ સ્કેન કરી પેમેન્ટ કરી શકાશે. આ ફોનની સૌથી ખાસ વાત એ છે કે આ ફોનમાં જિયો સિનેમા પર ફ્રી લાઈવ મેચ જોઈ શકાય છે.

Jio Bharat માટે રિચાર્જ પ્લાન

આ ફોન લેનાર યુઝર 123 રુપિયાનું રિચાર્જ પ્લાન કરાવી શકે છે. 123 રૂપિયાના ખર્ચે આ ફોનમાં 14 જીબી હાઈ સ્પીડ ડેટા, અનલિમિટેડ ફ્રી કોલિંગ, 300 એસએમએસ 28 દિવસની વેલિડિટી સાથે મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news