SAMSUNG એ લોન્ચ કર્યા 2 શાનદાર ટેબલેટ, મળશે ફુલ HD સ્ક્રિન અને હાઈ કેપેસિટી બેટરી

SAMSUNGએ પોતાનો નવું GALAXY TAB S7 FE લોન્ચ કર્યું. આ ટેબલેટની ખાસિયત એ છે કે તેમાં 10,090mAHની હાઈ કેપેસિટી બેટરી આપવામાં આવી છે. સાથે જ આ ટેબલેટમાં સ્નેપડ્રેગન 750G હાઈ સ્પીડ પ્રોસેસર આપવામાં આવ્યું છે.

SAMSUNG એ લોન્ચ કર્યા 2 શાનદાર ટેબલેટ, મળશે ફુલ HD સ્ક્રિન અને હાઈ કેપેસિટી બેટરી

 

નવી દિલ્લીઃ SAMSUNGએ પોતાનો નવું GALAXY TAB S7 FE લોન્ચ કર્યું. આ ટેબલેટની ખાસિયત એ છે કે તેમાં 10,090mAHની હાઈ કેપેસિટી બેટરી આપવામાં આવી છે. સાથે જ આ ટેબલેટમાં સ્નેપડ્રેગન 750G હાઈ સ્પીડ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આવો જાણીએ આ ટેબના અનેક શાનદાર ફીચર્સ વિશે.SAMSUNGએ GALAXY TAB S7 FE અને GALAXY TAB A7 LITE લોન્ચ કર્યું. આ બંને ટેબનું ગત મહિને ગ્લોબલ લોન્ચ કરવામાં આવ્યું હતું. SAMSUNG GALAZY TAB A7 LITE એક સસ્તુ ટેબલેટ છે. લોન્ચિંગ પહેલા આ બંને ટેબને સેમસંગ ઈન્ડિયાની વેબસાઈટ પર લીસ્ટ કરવામાં આવ્યું હતું. SAMSUNG GALAXY TAB S7 FE અને GALAZY TAB A7 LITEનું વેચાણ 23 જૂનથી શરૂ થશે.

SAMSUNG GALAXY TAB A7 LITE, GALAZY TAB S7 FEની કિંમત-
SAMSUNG GALAXY TAB A7 LITEની શરૂઆતી કિંમત 149 પાઉન્ડ એટલે કે 15,300 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત WIFI વેરિયંટની છે. જ્યારે SAMSUNG GALAXY TAB A7(LTE)ની શરૂઆતી કિંમત 179 પાઉન્ડ એટલે કે 18,400 રૂપિયા રાખવામાં આવી છે. SAMSUNG GALAXY TAB S7 FEનું 4GB રેમ અને 64GB સ્ટોરેજ મોડલની કિંમત 589 પાઉન્ડ એટલે કે 60,600 રૂપિયા રાખવામાં આવી છે.

SAMSUNG GALAXY TAB A7 LITEના સ્પેસિફિકેશન-
SAMSUNG GALAXY TAB A7 LITEમાં એન્ડ્રોઈડ 11 આધારિત ONE UI CORE 3.1 છે. આ ટેબલેટમાં 8.7 ઈન્ચની WXGA+ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 1340*800 પિક્સલ છે. આ ટેબમાં MEDIATEK HELIO P22T ઓક્ટાકોર પ્રોસેસર છે. આ ટેબમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ આપવામાં આવી છે. આ ટેબમાં 8MPનો રિયર કેમેરો અને 2MPનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે ટેબમાં 4G LTE, WIFI 802.11AC, બ્લુટુથ વર્ઝન 5.0, GPS, USB TYPE-C અને 3.5MM હેડફોન જેક આપવામાં આવ્યું છે. આ ટેબમાં 5100mAHની બેટરી આપવામાં આવીછે. આ ટેબમાં 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.

SAMSUNG GALAXY TAB S7 FEના સ્પેસિફિકેશન-
SAMSUNG GALAXY TAB S7 FEમાં એન્ડ્રોઈડ 11 આધારિત ONE UI CORE 3.1 છે. આ ટેબલેટમાં 12.4 ઈન્ચની WXGA ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 2560*1600 પિક્સલ છે. આ ટેબમાં SNAPDRAGON 750G પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ટેબમાં 6GB રેમ અને 128GB સ્ટોરેજ આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે ટેબમાં 5G, 4G LTE, WIFI 802.11AC, બ્લુટુથ વર્ઝન 5.0, GPS, USB TYPE-C અને 3.5MM હેડફોન જેક આપવામાં આવ્યું છે. આ ટેબમાં AKG પાવર્ડ સ્ટીરિયો સ્પીકર્સ છે જે DOLBY ATMOSને સપોર્ટ કરે છે. આ ટેબ સાથે S-PEN સ્ટાઈલસનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ટેબમાં 10,090mAHની બેટરી આપવામાં આવી છે. આ ટેબમાં 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news