સ્માર્ટવૉચ ખરીદવાનું વિચારી રહ્યાં છો તો રોકાઈ જાઓ, જલ્દી જ આવી રહી છે ગૂગલની સ્માર્ટવૉચ

Google New Pixel Watch: વિશ્વભરમાંથી અનેક ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ સ્માર્ટવૉચ બનાવી રહી છે અને જ્યારે વાત ગૂગલની થાય તે અનેક પ્રકારના સૉફ્ટવેર આપવા માટે જાણીતી છે.

સ્માર્ટવૉચ ખરીદવાનું વિચારી રહ્યાં છો તો રોકાઈ જાઓ, જલ્દી જ આવી રહી છે ગૂગલની સ્માર્ટવૉચ

નવી દિલ્લીઃ ગૂગલ છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટવૉચ માટે ઓપરેટિંગ સિસ્ટમ ઉપ્લબ્ધ કરે છે. સેમસંગની લેટેસ્ટ ગેલેક્સી વોચ 4 ગૂગલના વેર ઓએસ પર આધારિત છે. પરંતુ ગૂગલે અત્યાર સુધી કોઈ પણ સ્માર્ટવૉચ લૉન્ચ નથી કરી. ગૂગલનો માત્ર સ્માર્ટફોન છે જે ખુબ જાણીતો છે. એ છે ગૂગલ પીક્સલ.

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર હવે ગૂગલ પણ સ્માર્ટવૉચ બનાવાની રેસમાં આવી રહી છે. ગૂગલ જલ્દી જ ગૂગલ પિક્સવૉચ લૉન્ચ કરવા જઈ રહ્યું છે. આ સ્માર્ટવૉચ ખુબ જ ખાસ હશે. માનવામાં આવી રહ્યું છે પિક્સલવૉચ એપલ વૉચને ખરી ટક્કર આપી શકે છે.

ટિપસ્ટર ઇવાન બ્લાસ દ્વારા ગૂગલની આગામી પિક્સલવૉચના લૉન્ચિંગનો ખુલાસો કરવામાં આવ્યો છે. જો કે લીક થયેલા રિપોર્ટમાં પિક્સલ સ્માર્ટવૉચના લૉન્ચિંગની તારીખનો ખુલાસો કરવામાં નથી આવ્યો.

શક્યતા છે કે ગૂગલ પિક્સલ સ્માર્ટવૉચ 2022માં લૉન્ચ કરી શકે છે. જ્યારે એપલની નવી સ્માર્ટવૉચ 11 જુલાઈએ એપલ ઈવેન્ટમાં લૉન્ચ કરવામાં આવશે. નવી ગૂગલ પિક્સલ સ્માર્ટવૉચ પિક્સલ રોહન કોડનેમથી સ્પૉટ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે કોડનેમ રોહન પિક્સલ લાંબા સમયથી ગૂગલની પહેલી સ્માર્ટવૉચ સાથે જોડાયેલું છે.

શું ખાસ હશે?
નવી ગૂગલ પિક્સલ સ્માર્ટવૉચ વેર ઓએસના લેટેસ્ટ વર્ઝન 3.1 પર કામ કરશે. આપને જણાવી દઈએ કે વેર ઓએસ 3.1ને વર્ઝન 3.0માં કેટલાક સુધારા સાથે લૉન્ચ કરવામાં આવ્યું છે.

લુક્સ અને ડિઝાઈન?
નવી ગૂગલ સ્માર્ટવૉચ રાઉન્ડ શેપમાં જોવા મળશે. અને હાઈ એન્ડ ઈસીજી મોનિટરિંગ ફીચર્સ સાથે આવશે. આ વૉચમાં કેટલાક બેઝિક સેન્સર ઉમેરવામાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, સ્માર્ટવૉચ 32GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. આ ડિવાઈસમાં હાઈ એન્ડ પ્રોસેસર મળી શકે છે. જો કે, ગૂગલ સ્માર્ટવૉચની કિંમત અંગે કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news