હવે ફોન પર વાત કરવી પડશે મોંઘી, 27 ટકા સુધી વધી શકે છે પ્લાનના ભાવ
ટેલિકોમ કંપની પોતાના પ્લાનને મોંધા કરી શકે છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે એરટેલ અને વોડાફોન આઇડિયાને એજીઆરના 10 ટકા માર્ચ 2021 સુધી ચુકવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટેલિકોમ કંપનીઓ પોતાના ટેરિફમાં 27 ટકા સુધી વધારો કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ મોબાઇલ યૂઝરો માટે ટેલિકોમ સર્વિસ ઓછામાં ઓછી 10 ટકા સુધી મોંઘી થઈ શકે છે. ઇન્ડસ્ટ્રીના અનુમાન પ્રમાણે 7 મહિનામાં એરટેલ અને વોડાફોને એજીઆરના 10 ટકા ચુકવવા પડશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે ટેલિકોમ ઓપરેટરોને 31 માર્ચ 2021 સુધી એજીઆરના 10 ટકા ચુકવવાનો આદેશ આપ્યો છે. આ સાથે સુપ્રીમ કોર્ટે બાકી રકમ 31 માર્ચ 2022 સુધી 10 હપ્તામાં ચુકવવાનો નિર્ણય સંભળાવ્યો છે.
માર્ચ 2021 સુધી આપવાના છે 5000 કરોડ રૂપિયા
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે માર્ચ 2021 સુધી એરટેલે 2600 કરોડ અને વોડાફોન-આઇડિયાએ 5000 કરોડ રૂપિયા આપવા પડશે. તેવામાં બ્રોકરેજ ફર્મ Jefferies પ્રમાણે એરટેલ પોતાના એવરેજ રેવેન્યૂ પ્રતિ યૂઝરને 10 ટકા અને વોડાફોન 27 ટકા સુધી વધારી શકે છે. ચાલુ નાણાકીય વર્ષા પ્રથમ ક્વાર્ટરમાં એરટેલ માટે ARPU (પ્રતિ યૂઝર એવરેસ રેવેન્યૂ) 157 રૂપિયા હતું, જ્યારે વોડાફોન-આઇડિયા માટે આ 114 રૂપિયા રહ્યું. બેફરીજે કહ્યું કે, આવનારા સમયમાં કંપનીઓ ટેરિફને ફરી એકવાર 10 ટકા સુધી મોંઘુ કરી શકે છે.
5000mAh બેટરી સાથે સસ્તો રેડમી સ્માર્ટફોન થયો લોન્ચ, જાણો કિંમત
આગામા ક્વાર્ટરમાં મોંઘા થઈ શકે છે ટેરિફ
એન્ટરપ્રેન્યોર અને ટીએમટી એડવાઇઝર સંજય કપૂરે કહ્યુ કે, મંગળવારે આવેલ ચુકાદો ટેલિકોમ કંપનીઓ દ્વારા કરવામાં આવતા ભાવ વધારાથી અલગ છે અને તેણે ભવિષ્યમાં આમ કરવાની જરૂર પર ભાર આપવાનું કામ કર્યું છે. કપૂરે આગળ કહ્યુ, સ્પેક્ટ્રમ કોસ્ટ અને બીજા રોકાણથી અલગ-અલગ રાખી દેવામાં આવે તો સર્વિસ પ્રોવાઇડરને ડેટા યૂઝરની વધતી માગને પૂરી કરવા માટે ઓછામાં ઓછા 3-4 ડોલર પ્રતિ યૂઝર એવરેજ રેવેન્યૂની જરૂર પડશે. તેથી આગામી ક્વાર્ટરમાં ટેરિફ રેટમાં વધારો જરૂરી છે.
Vodafone-Idea લાવ્યું બે સસ્તા પ્લાન, કોલિંગ અને ડેટાની માણો મજા
200 રૂપિયા પ્રતિ યૂઝર એવરેજ રેવેન્યૂની જરૂર પડશે
ટેલિકોમ ઓપરેટરોએ ચાર વર્ષમાં પ્રથમવાર પાછલા વર્ષે ડિસેમ્બરમાં પ્લાન 40 ટકા સુધી મોંઘા કર્યા હતા. આમ કર્યા બાદ વર્ષ 2020ના પ્રથમ છ મહિનામાં કંપનીઓની કમાણીમાં 20 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ વિશે Analysys Masonના ઈન્ડિયા અને મિડલ ઈસ્ટ હેડ રોહમ ધમીજાએ કહ્યુ, અમને લાગે છે કે આગામી 12-24 મહિનામાં ટેલિકોમ કંપનીઓને 200 રૂપિયા પ્રતિ યૂઝર એવરેજ રેવેન્યૂની જરૂર પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે