TVS એડવાન્સ ફીચર્સ સાથે દમદાર ઈલેક્ટ્રીક સ્કુટર કરશે લોન્ચ, ફુલ ચાર્જમાં ચાલશે 80 કિમી. સુધી

TVS પોતાનું શાનદાક-દમદાર ઈલેક્ટ્રીક સ્કુટર કરશે લોન્ચ, 5.1 સેકન્ડમાં 0-60ની સ્પીડ પકડશે.

TVS એડવાન્સ ફીચર્સ સાથે દમદાર ઈલેક્ટ્રીક સ્કુટર કરશે લોન્ચ, ફુલ ચાર્જમાં ચાલશે 80 કિમી. સુધી

નવી દિલ્લીઃ દેશમાં પેટ્રોલના સતત વધતા ભાવને પગલે ઈલેક્ટ્રીક વાહનોની માગ વધી છે. તેવામાં બાઈક-સ્કુટર બનાવતી કંપનીઓ પણ મેદાને આવી છે. દેશની પ્રખ્યાત ટુ-વ્હીલર કંપની TVS Motorsએ આગામી દિવસોમાં પોતાનું Creon ઈલેક્ટ્રીક સ્કુટર લોન્ચ કરશે. કંપનીએ સંકેત આપ્યા છે કે આ કોઈ સામાન્ય ઈલેક્ટ્રીક સ્કુટર નહીં હોય, પરંતુ એક કોન્સેપ્ટ સ્કુટર પર આધારિત હશે. આ સ્કુટરમાં એડવાન્સ્ડ ટેક્નોલોજી અને કનેક્ટિવિટી માટે અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે. આવો જાણીએ આ શાનદાર ઈલેક્ટ્રીક સ્કુટર વિશે તમામ માહિતી.
 

No description available.

1000 કરોડનું રોકાણ-
TVSએ પોતાના ઈલેક્ટ્રીક વ્હીકલ પોર્ટફોલિયોને મજબુત કરવા માટે 1000 કરોડ રૂપિયાના રોકાણની યોજના બનાવી છે. TVS Creon ટુ-વ્હીલર નિર્માતા કંપનીના હોસુલ પ્લાન્ટમાં બનાવવામાં આવશે. જ્યાં કંપનીના 500થી વધુ એન્જીનિયર, બજારમાં લોન્ચ થવા પહેલા ઈલેક્ટ્રીક સ્કુટરને ફાઈનલ રૂપ આપવામાં લાગ્યા છે. TVSએ વર્ષ 2018માં ઓટો એક્સપોમાં Creon કોન્સેપ્ટ ઈલેક્ટ્રીક સ્કુટરને પહેલીવાર રજૂ કર્યું હતું.

ટોપ સ્પીડ અને રેંજ-
TVS Creonમાં એડવાન્સ લિથિયમ-આયન બેટરી પેક આપવામાં આવ્યું છે. આ બેટરી પેક 12kWનો પાવર જનરેટ કરે છે. ઈલેક્ટ્રીક મોટર એટલો પાવર જનરેટ કરે છે કે માત્ર 5.1 સેકન્ડમાં 0-60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. TVSનો દાવો છે કે આ સ્કુટરને ફુલ ચાર્જ કરવા પર તે 80 કિલોમીટરની માઈલેજ આપે છે.

બેટરી અને ચાર્જિંગ-
આ સ્કુટરમાં ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ મળશે, જેથી ઓછા સમયમાં બેટરી ચાર્જ થશે, તેમજ વધુ રેંજ પણ આપશે. ફાસ્ટ ચાર્જિંગ આઉટલેટ્સની મદદથી બેટરીને 1 કલાકમાં 80 ટકા ચાર્જ કરી શકાય છે.

એડવાન્સ ફીચર્સ-
આ ઈલેક્ટ્રીક સ્કુટરમાં સ્માર્ટફોન ચાર્જર, TFT સ્ક્રિન, પાર્ક આસિસ્ટન્ટ, રિજનરેટિવ બ્રેકિંગ જેવા ફીચર્સ મળે છે. આ સિવાય આમાં અલગ અલગ રાઈડિંગ મોડ્સ, જિયોફેન્સિંગ અને એન્ટી થેફ્ટ એલાર્મ જેવા ફીચર્સ મળવાની સંભાવના છે.

લોન્ચિંગ અને વેચાણ-
TVS Creon ઈલેક્ટ્રીક સ્કુટરને કંપનીના હાલના મોડલ TVS iQube કરતા વધુ ઉપરનું સ્થાન આપવામાં આવી શકે. આમાં એડવાન્સ ફીચર્સ મળવાની સંભાવના છે. આ કારણે તેની કિંમત iQube કરતા થોડી વધુ હશે. મીડિયા રિપોર્ટ મુજબ કંપની આ ઈલેક્ટ્રીક સ્કુટરને આગામી વર્ષે માર્કેટમાં લોન્ચ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news