Rahul Gandhi એ કહ્યું UP ની કેરી નથી પસંદ, સીએમ Yogi Adityanath એ આપ્યો આ જવાબ

રાહુલ ગાંધીએ ફળોના રાજા કેરીને લઈને એવું નિવેદન આપ્યું હતું કે ઉત્તર પ્રદેશના લોકો ચોક્કસપણે તેમના પર ભડકી ગયા હશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ નિવેદન પર પલટવાર કર્યો છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે રાહુલ ગાંધીના કેરીવાળા નિવેદનને રીટ્વીટ કરતા લખ્યું કે તમારો ટેસ્ટ જ વિભાજનકારી છે. વાત જાણે એમ છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પત્રકારોએ કેરીને લઈને એક સવાલ પૂછ્યો જેના જવાબમાં તેમણે કહ્યું કે તેમને યુપીની કેરી પસંદ નથી. 
Rahul Gandhi એ કહ્યું UP ની કેરી નથી પસંદ, સીએમ Yogi Adityanath એ આપ્યો આ જવાબ

નવી દિલ્હી: રાહુલ ગાંધીએ ફળોના રાજા કેરીને લઈને એવું નિવેદન આપ્યું હતું કે ઉત્તર પ્રદેશના લોકો ચોક્કસપણે તેમના પર ભડકી ગયા હશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ નિવેદન પર પલટવાર કર્યો છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે રાહુલ ગાંધીના કેરીવાળા નિવેદનને રીટ્વીટ કરતા લખ્યું કે તમારો ટેસ્ટ જ વિભાજનકારી છે. વાત જાણે એમ છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પત્રકારોએ કેરીને લઈને એક સવાલ પૂછ્યો જેના જવાબમાં તેમણે કહ્યું કે તેમને યુપીની કેરી પસંદ નથી. 

आप पर विघटनकारी कुसंस्कार का प्रभाव इस कदर हावी है कि फल के स्वाद को भी आपने क्षेत्रवाद की आग में झोंक दिया।

लेकिन ध्यान रहे कश्मीर से कन्याकुमारी तक भारत का 'स्वाद' एक है। pic.twitter.com/VMtiyNtnCY

— Yogi Adityanath (@myogiadityanath) July 23, 2021

કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતનો 'સ્વાદ' એક છે: યોગી
રાહુલ ગાંધીના નિવેદન પર નિશાન સાધતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું કે 'રાહુલ ગાંધીજી, તમારો 'ટેસ્ટ' જ વિભાજનકારી છે. તમારા વિભાજનકારી સંસ્કારોથી સમગ્ર દેશ પરિચિત છે. તમારા પર વિઘટનકારી કુસંસ્કારનો પ્રભાર એ હદે હાવી છે કે ફળના સ્વાદને પણ તમે ક્ષેત્રવાદની આગમાં ઝોંકી દીધો. પરંતુ ધ્યાન રાખો કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતનો 'સ્વાદ' એક જ છે.'

— Ravi Kishan (@ravikishann) July 23, 2021

આ અગાઉ સીએમ યોગીની કર્મભૂમિ ગોરખપુરથી ભાજપના સાંસદ રવિ કિશને પણ રાહુલ ગાંધીના નિવેદન પર નિશાન સાધ્યું હતું. 

રાહુલ ગાંધીને યુપીની કેરી નથી ગમતી, આ કેરી ગમે છે
રાહુલ ગાંધી અને પત્રકારો વચ્ચે પ્રેસ કોન્ફન્સ દરમિયાન આ સંવાદ થયો હતો. કેટલાક પત્રકારોએ તેમને કેરીને લઈને એક સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મને યુપીની કેરી પસંદ નથી. મને આંધ્ર પ્રદેશની કેરી પસંદ છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનું આ નિવેદન ખુબ વાયરલ થયું અને લોકોએ પોત પોતાની રીતે પ્રતિક્રિયા પણ આપી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news