શું તમને ખબર છે? મૃત્યુ પછી 24 કલાકમાં જ પૃથ્વી પર પરત ફરે છે આત્મા! આ કાર્ય ના કર્યું તો રહેશે ભટકતી!
Garuda Purana Gyan: ગરુડ પુરાણમાં મૃત્યુ વિશે ઘણા રહસ્યો જણાવવામાં આવ્યા છે. જો આ પુરાણનું માનીએ તો પૃથ્વી પર મૃત્યુ પછી આત્માઓ યમલોકમાં જાય છે અને પછી 24 કલાકમાં પૃથ્વી પર પાછા ફરે છે. ચાલો જાણીએ આ સમગ્ર પ્રક્રિયા પાછળનું રહસ્ય શું છે.
Trending Photos
Garuda purana mystery: જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તે તેના પરિવારના સભ્યો સાથે મોહમાં હોય છે. તે સમયે માણસ પોતાના જીવના મોહમાં ખૂબ જ હોય છે. પોતાના સ્વજનોને જોઈને તે દુનિયા છોડવા તૈયાર થતો નથી, આ મોહમાં રહેતા તેનું મૃત્યુ થાય છે. જ્યારે મનુષ્યના આત્માને શરીરમાંથી ખેંચવામાં આવે છે, ત્યારે પણ આત્મા મોહમાં હોય છે. જો કે, યમદૂતો આત્માને ખેંચીને જ્યારે કર્મોનો હિસાબ કરવા યમલોકના યમરાજ પાસે લઈ જાય છે.
24 કલાક પસાર થતાં જ યમલોકથી ફરી પૃથ્વીની યાત્રા
ગરુડ પુરાણ અનુસાર, જ્યારે યમદૂત આત્માને લઈ જાય છે, તો ત્યારબાદ 24 કલાક પછી તેને યમલોકમાંથી પૃથ્વી પર પાછા લાવે છે. પૃથ્વી પર આવ્યા પછી યમરાજ ફરીથી વ્યક્તિના કર્મોનો હિસાબ લે છે. આ સમય દરમિયાન આત્માને 24 કલાક માટે પૃથ્વી પર ભટકવા માટે મોકલવામાં આવે છે. આત્માને તેના કાર્યો વિશે યાદ અપાવવા અને આગામી જીવનની તૈયારી કરવા માટે પૃથ્વી પર મોકલવામાં આવે છે. આ 24 કલાક પછી આત્મા યમલોક તરફ પ્રયાણ કરે છે આ પ્રક્રિયા 13 દિવસ સુધી ચાલુ રહે છે.
આત્માની શાંતિ માટે તમામ ધાર્મિક વિધિઓ
ગરુડ પુરાણ અનુસાર આત્માને પૃથ્વી પર પાછા ફરવાની છૂટ છે જેથી તે તેના પરિવારના સભ્યોને જોઈ શકે અને તેની આસપાસ રહી શકે. આ સમય દરમિયાન આત્મા પોતાના અસ્તિત્વનો અહેસાસ કરાવે છે પરંતુ તે આમાં સફળ થતો નથી. મૃતકની આત્મા ઈચ્છે તો પણ શરીરમાં પ્રવેશી શકતી નથી. બીજી તરફ પરિવારજનોએ 13 દિવસથી મૃતકની આત્માની શાંતિ માટે તમામ વિધિઓ શરૂ કરી દીધી હોય છે.
આત્માની યમલોકની યાત્રા
આ 13 દિવસ પહેલા આત્મા એટલી કમજોર હોય છે કે તે યમલોકની યાત્રા કરી શકતી નથી. 13 દિવસ સુધી પરિવારના સભ્યો અંતિમ ક્રિયાઓ દ્વારા તેને શક્તિ આપે છે. અગિયારમા અને બારમા દિવસે પિંડ દાન કરવાથી અને તેરમા દિવસ સુધી જરૂરી અનુષ્ઠાન કરવાથી આત્માને શક્તિ મળે છે જેના કારણે તે સૂક્ષ્મ શરીરની પ્રાપ્તિ કરે છે. તેનાથી આત્મા યમલોકની યાત્રા કરી શકે છે. આત્માને યમલોકની યાત્રા પૂર્ણ કરવામાં લગભગ એક વર્ષ લાગે છે.
એક વર્ષ સુધીની શક્તિ
એવું માનવામાં આવે છે કે પિંડ દાન આત્માને એક વર્ષ સુધી શક્તિ આપે છે, જે આત્માઓને પિંડ દાન આપવામાં આવતું નથી તેઓને 13માં દિવસે બળપૂર્વક યમલોકમાં ખેંચી લેવામાં આવે છે, જેનાથી આત્માને ઘણી પીડા થાય છે. ગરુડ પુરાણ મુજબ તેરમા દિવસે મૃતક માટે ભોજ કર્જ લઈને કરાવવામાં આવે છે, તે મૃતકની આત્માને શાંતિ મળતી નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે