Twitter નો બદલાયો લોગો, ઉડી ગઈ ચકલી; કંપનીના હેડક્વાર્ટર પર જોવા મળ્યું X
ટ્વિટર હવે X તરીકે ઓળખાશે. આ સાથે ટ્વિટરના ઓફિશિયલ હેન્ડલ (@Twitter) પર લોગો પણ બદલવામાં આવ્યો છે. ટ્વિટરના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર Linda Yaccarino એ પણ ટ્વીટ કરીને X નામ વિશે માહિતી આપી. જણાવી દઈએ કે જૂના લોગોમાં બ્લુ કલરની ચકલી હતી.. આવો જાણીએ આ ફેરફાર વિશે.
Trending Photos
જ્યારથી વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક એલોન મસ્કે ટ્વિટરને હસ્તગત કર્યું છે ત્યારથી આ પ્લેટફોર્મ પર ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. પરંતુ નામ અને લોગો બદલવો એ અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય છે. Linda Yaccarinoએ ટ્વિટ કરીને કહ્યું કે, લાઈક કેમેરા X.. આ સાથે તેણે બિલ્ડિંગ પર એક્સ લોગોની લાઇટિંગને મેંશન કર્યું છે..
ટ્વિટર હેડક્વાર્ટર પર જોવા મળ્યો નવો લોગો
જણાવી દઈએ કે મસ્કને X કેરેક્ટરથી ખુબ જૂનો પ્રેમ છે. આ વર્ષે એપ્રિલમાં, એલોન મસ્કએ લિન્ડા યાકેરિનોને નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે અપોઈંટ કર્યા છે, જેના સ્વાગતમાં, મસ્કે ટ્વીટ કર્યું હતું કે તેઓ આ પ્લેટફોર્મને X, ધ એવરીથિંગ એપ્લિકેશનમાં પરિવર્તિત કરવા લિન્ડા સાથે કામ કરવા ઉત્સુક છે.
Lights. Camera. X! pic.twitter.com/K9Ou47Qb4R
— Linda Yaccarino (@lindayacc) July 24, 2023
ટ્વિટરમાં ઘણા નવા ફેરફારો થવાના છે, જેના વિશે અમે પહેલાથી જ જણાવી દીધું છે. મસ્ક પાસે X પ્લેટફોર્મને લઈને મોટી તૈયારીઓ છે અને ઘણી બધી સર્વિસ પણ તેના પર પ્રવેશ કરશે. જણાવી દઈએ કે આ વર્ષે એપ્રિલમાં જ ટ્વિટરે પોતાના પાર્ટનર સાથે ઓફિશિયલ ડીલ માટે X Corp નામનો ઉપયોગ કર્યો હતો.
Our headquarters tonight pic.twitter.com/GO6yY8R7fO
— Elon Musk (@elonmusk) July 24, 2023
જણાવી દઈએ કે મસ્કે એક દિવસ પહેલા જ નવા નામને લઈને ટીઝર રિલીઝ કર્યા હતા. જણાવી દઈએ કે ઈલોન મસ્કની સ્પેસ એક્સ નામની કંપની પણ છે.
આ પણ વાંચો:
તથ્ય પટેલ જેવા વધુ એક નબીરાએ અકસ્માત સર્જયો, મણિનગરમાં દારૂ પીને ગાડી હંકારી
Tomato Price: બસ હવે આટલા દિવસ જોઈ લો રાહ, આ દિવસથી મળશે 30 રૂપિયે કિલો ટમેટા
મારી ડ્યુટી પૂરી, હુ પ્લેન નહિ ઉડાડું : પાયલોટની હઠને કારણે રાજકોટથી ફ્લાઈટ ન ઉડી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે