EPFO ના કરોડો સભ્યો માટે ખુશખબર, PF પર વ્યાજ વધારાની જાહેરાત, જાણો ક્યારે થશે ક્રેડિટ?
EPF Interest Rate: નોકરીયાતો માટે 24 જુલાઈનો દિવસ સારા સમાચાર લઈને આવ્યો છે. EPF એકાઉન્ટ પર મળતું વ્યાજ વધારવામાં આવ્યું છે. જો કે તેને માર્ચે 2023માં જ વધારવામાં આવ્યું હતું. પરંતુ નાણા મંત્રાલયની મંજૂરી બાકી હતી. હવે નાણા મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ EPFO હવે તેને આપવાનું શરૂ કરશે.
Trending Photos
EPF Interest Rate: નોકરીયાતો માટે 24 જુલાઈનો દિવસ સારા સમાચાર લઈને આવ્યો છે. EPF એકાઉન્ટ પર મળતું વ્યાજ વધારવામાં આવ્યું છે. જો કે તેને માર્ચે 2023માં જ વધારવામાં આવ્યું હતું. પરંતુ નાણા મંત્રાલયની મંજૂરી બાકી હતી. હવે નાણા મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ EPFO હવે તેને આપવાનું શરૂ કરશે. અત્રે જણાવવાનું કે EPFO એ નાણાકીય વર્ષ 2022-23 માટે 8.15 ટકા વ્યાજ નક્કી કર્યું છે. જલદી એકાઉન્ટમાં વ્યાજ ક્રેડિટ થવાનું શરૂ થવા લાગશે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના બોર્ડ CBT એ નાણાકીય વર્ષ 2022-23 માટે EPF પર 8.15 ટકા વ્યાજ નક્કી કરવાની ભલામણ કરી હતી. હવે નાણા મંત્રાલયે તેને મંજૂરી આપી દીધી છે. EPFO એ આ મામલે સર્ક્યુલર બહાર પાડ્યું છે. ખુશીની વાત એ છે કે આ વખતે EPF એકાઉન્ટ હોલ્ડર્સને એકાઉન્ટમાં જલદી વ્યાજ મળશે. જો કે ગત વખથે પણ સરકારની મંજૂરી બાદ વ્યાજને જલદી આપવાનો જ ઈરાદો હતો પરંતુ સિસ્ટમ ફેલ્યરના કારણે થઈ શક્યું નહીં. પરંતુ આ વર્ષે મોડું નહીં થાય.
ઓગસ્ટથી ક્રેડિટ કરવાનું શરૂ કરશે EPFO
EPF Interest rate ને મંજૂરી મળ્યા બાદ હવે તેનું ક્રેડિટ થવાનો વારો છે. EPFO સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યાં મુજબ ઓગસ્ટ મહિનામાં વ્યાજને જમા કરવાનું શરૂ થઈ જશે. EPFO ના લગભગ 7 કરોડ ખાતાધારકોને તેનો સીધો ફાયદો મળશે. ગત વખતે સોફ્ટવેર અપડેશનના કારણે સભ્યોના એકાઉન્ટ્સમાં મોડેથી પૈસા જમા થયા હતા. પરંતુ EPFOનું કહેવું છે કે આ વખતે તેનો પૂરતો ખ્યાલ રખાયો છે.
40વર્ષમાં સૌથી ઓછો હતો વ્યાજદર
નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2021-22 માટે ઈપીએફઓએ ઈપીએફ એકાઉન્ટ માટે વ્યાજ દર 8.10 ટકા નિર્ધારિત કર્યો હતો. જે લગભઘ 40 વર્ષનો સૌથી ઓછો વ્યાજદર છે. 1977-78માં EPFO એ 8 ટકા વ્યાજદર નક્કી કર્યો હતો. પરંતુ ત્યારબાદ સતત તે 8.25 ટકા કે તેના કરતા વધુ રહ્યો. નાણાકીય વર્ષ 2018-19માં 8.65 ટકા, 2017-18 માં 8.55 ટકા, 2016-17 માં 8.65 ટકા અને નાણાકીય વર્ષ 2015-16 માં 8.8 ટકા વ્યાજ મળતું હતું.
કર્મચારીના પગારમાંથી કપાય છે
કર્મચારીના પગારમાંથી 12 ટકાનો કાપ ઈપીએફ એકાઉન્ટ માટે થાય છે. એમ્પલોયર તરપથી કર્મચારીના પગારમાં કરાયેલા કાપના 8.33 ટકા ઈપીએસ (કર્મચારી પેન્શન યોજના) માં. જ્યારે 3.67 ટકા ઈપીએફમાં પહોંચે છે. તમે ઘરે બેઠા સરળ રીતે તમારા પીએફ એકાઉન્ટનું હાલનું બેલન્સ ચેક કરી શકો છો. આ માટે અનેક વિકલ્પો આપવામાં આવ્યા છે. તમે ઉમંગ એપ, વેબસાઈટ, કે પછી પોતાના મોબાઈલ ફોનથી એક એસએમએસ કરીને તેની જાણકારી મેળવી શકો છો. દેશભરમાં લગભગ 7 કરોડ EPFO સબસ્ક્રાઈબર્સ છે.
EPFO પોર્ટલથી ચેક કરો બેલેન્સ
- ઈપીએફઓની અધિકૃત વેબસાઈટ (www.epfindia.gov.in) પર જાઓ.
- ત્યારબાદ E-PassBook વિકલ્પ પર ક્લિક કરો.
- નવા પેજ પર UAN , પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીનો લોગ ઈન પર ક્લિક કરો.
- લોગ ઈન કર્યા બાદ પાસબુકને જોવા માટે સભ્ય આઈડી ઓપ્શન પસંદ કરે.
- હવે તમને PDF ફોર્મેટમાં પાસબુક મળશે. જેને ડાઉનલોડ કરી શકાય છે.
- તમે સીધા https://passbook.epfindia.gov.in/ પર જઈને પણ પાસબુક જોઈ શકો છો.
- હવે તમારી સામે બધી જાણકારી ઓપન થઈ જશે.
આ પણ છે વિકલ્પો
આ ઉપરાંત તમે 7738299899 નંબર પર ‘EPFOHO UAN ENG’ મેસેજ પણ મોકલી શકો છો. 9966044425 પણ એક નંબર છે જેના પર મિસ્ડ કોલ કરીને પીએફ બેલેન્સ ચેક કરી શકાય છે. આ ઉપરાંત UMANG એપથી પણ પીએફ એકાઉન્ટ એક્સેસ કરી શકાય છે.
આ માટે સૌથી પહેલા Umang App ડાઉનલોડ કરો. ત્યારબાદ તમારા ફોન નંબરથી રજિસ્ટર કરો અને એપમાં લોગિન કરો. ટોપ લેફ્ટ કોર્નરમાં આપવામાં આવેલા મેન્યુમાં જઈને ‘Service Directory’ માં જાઓ. અહીં EPFO પર ક્લિક કરો. અહીં View Passbook માં ગયા બાદ તમારા UAN નંબર અને OTP દ્વારા બેલેન્સ જોઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે