ભરૂચમાં 150 વર્ષ જૂની બંગાળી પરંપરાથી ધૂળેટી રમાઈ, Video
ભરત ચુડાસમા/ભરુચ : ના તો અહી ડીજે છે, નાતો જોખમી કલરની ધૂમ. છે તો ફક્ત રંગબેરંગી ફૂલો અને શ્રદ્ધા, આસ્થા, સાંપ્રદાયિકતા, એકતા અને સમાનતાની ઉજવણી. આ છે બંગાળી સમાજનો વસંતોત્સવ અને જુલુસ. ભરૂચના ઝાડેશ્વર રોડ પરથી ધુળેટીના દિવસે બંગાળી સમાજ દ્વારા રવીન્દ્રનાથ ટાગોરે દોઢસો વર્ષ પૂર્વે બંગાળમાં શરૂ કરેલ પરંપરા મુજબ જુલુસ કાઢવામાં આવ્યું. દોઢસો વર્ષ પૂર્વે રવીન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત શાંતિનિકેતન સંસ્થામાં બંગાળ ખાતે વસંતોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લિખિત ગીતો પર બંગાળી મહિલાઓ અને પુરુષો હોળીની ઉજવણી કરે છે. બંગાળી મહિલાઓ માથામાં ફૂલોના ગજરા તેમજ ફૂલોના સાજ શણગાર સજી એકસરખા પારંપરિક પરિધાનમાં, બંગાળી નૃત્ય કરી સુંદર રીતે અને શાંતિપૂર્વક ઉજવણી કરે છે.