તૈયાર રહેજો, ગુજરાતમાં હજી પડવાની છે વધુ ઠંડી, Video
સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર જોવા મળ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ આકરી ઠંડી જોવા મળી રહી છે. રાજ્યમાં વધુ એક દિવસ ઠંડોગાર લાગી રહ્યો છે. શનિવારે વહેલી સવારથી જ ઠંડીનું ભારે પ્રમાણ જોવા મળી રહ્યું છે. ઉત્તર
ગુજરાતના ડીસામાં ઠંડીએ સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે હવામાન વિભાગે તાપમાન હજી ગગડે તેવી આગાહી કરી છે. રાજ્યમાં આજથી બે દિવસ કોલ્ડવેવની શક્યતા છે. ઉત્તર રાજસ્થાનમાં અપર સરક્યુલેશનની અસરને કારણે
લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી જઈ શકે છે. આજે અને આવતીકાલે મહત્તમ તાપમાન ઘટશે. કેટલાંક વિસ્તારમાં વરસાદી છાંટા પડી શકે છે તેવું પણ હવામાન ખાતાનું કહેવું છે.