બનાસકાંઠામાં મે મહિનામાં ફરી તીડ ત્રાટકવાની દહેશત
ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટર ટીમના 11 સભ્યો બનાસકાંઠા પહોંચ્યા હતા. બનાસકાંઠામાં મે મહિનામાં ફરીથી તીડ આવવાની આશંકાના મામલે કેન્દ્રની ટીમ બનાસકાંઠા પોહચી હતી. જિલ્લાના ઉચ્ચ અધિકારી અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતા. મે માસમાં તીડ આક્રમણની સંભાવના મામલે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરશે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા FAOએ તીડ આવવાની આશંકા વ્યક્ત કર્યા બાદ તંત્ર એલર્ટ થઇ ગયું છે.