જુઓ રાજ્યસભાની 2 બેઠકોની ચૂંટણીના મામલે ગુજરાત કોંગ્રેસ કેમ પહોંચ્યુ સુપ્રીમ કોર્ટમાં
ગુજરાત કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં જલ્દી સુનાવણીની માગ કરી છે,જેને પગલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પંચના નોટિફિકેશનને રદ્દ કરવા માટેની માગ કરી છે. ચૂંટણી પંચ ભાજપનો હાથો બનીને કામ કરતું હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો, અમિત ચાવડાએ કહ્યુ કે, ગુજરાતની રાજ્યસભાની બે સીટોની અલગ અલગ ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે એ જોતા સ્પષ્ટ દેખાય છે કે દેશની સ્વાયત્ત સંસ્થાઓ લોકશાહી સ્વતંત્રતા અને નિષ્પક્ષતા સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.