ટ્રાફિક પોલીસ ઊભા રાખીને ફોટો લઇ જ ન શકે!, આવો કોઇ કાયદો નથી અને આવું થાય તો થઇ શકે છે કાર્યવાહી..
હાલમાં RTI હેઠળ પોલીસ વિભાગ પાસે બે મુદ્દાઓ અંગે માહિતી માગવામાં આવી હતી. જેમાં ચેકિંગ દરમિયાન વાહનનો ફોટા પાડવા અંગે અને બીજા મુદ્દામાં પોલીસના પર્નસલ મોબાઇલથી વ્યક્તિનો ફોટો અથવા વીડિયો લેવામાં આવે છે તે અંગેનો પરિપત્ર અથવા ઠરાવ હોય તો તેની નકલ માગવામાં આવી હતી. જો કે, તેમાં મોટી વાત સામે આવી છે. પોલીસ વિભાગે ખુદ જણાવ્યું કે, પોલીસ કોઇ ફોટો કે, વીડિયોગ્રાફી કરે એવો કોઇ હુકમ, પરિપત્ર કે ઠરાવ છે જ નહીં. જો સરકાર આવો ઠરાવ બહાર પાડે તો વાત જુદી છે...