અમદાવાદમાં 142 કરોડના બોગસ બિલ મામલે આરોપી પુંડરિક ત્રિવેદીની ધરપકડ

અમદાવાદમાં સ્ટેટ જીએસટી ટીમે બોગસ બીલિંગ મામલે કાર્યવાહી કરી. જેમાં રૂપિયા 142.75 કરોડના બોગસ બીલિંગની ચોરી પકડી હતી. રૂપિયા 17.33 કરોડના ગેરકાયદેસરની વેરા તબદીલી પણ ઝડપાઇ હતી. અમદાવાદના પુંડરિક રવિન્દ્ર ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી છે. વેજલપુર, વસ્ત્રાપુર, નારણપુરા, ઉસમાનપુરા અને નાના ચિલોડા ખાતેની ઓફીસમાં દરોડા પાડ્યા હતા. હાલ પણ તપાસ ચાલુ છે અને અન્ય જીએસટી ચોરી સામે આવી શકે છે.

Trending news