છેલ્લા પાંચ વર્ષથી બેંકો ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રીને લોન આપવામાં કેમ કરી રહી છે આનાકાની?
દેશનો ટેક્સટાઈલ્સ ઉદ્યોગ મંદીના ભરડામાં ફસાયો છે, જેમાંથી ગુજરાત પણ બાકાત નથી રહ્યું. મંદીના આ કપરા કાળમાં બેંકો તરફથી લોન ન મળતાં ઉદ્યોગોને મરણતોલ ફટકો પડી રહ્યો છે. જો કોઈ લધુ કે મધ્યમ ઉદ્યોગ ગૃહ લોન માટે અરજી કરે તો તેને લોનની રકમ કરતાં વધારે ગેરેંટી આપવી પડે છે, છતાં તેને 100 ટકા લોન ન મળતાં ઉદ્યોગને અસર થઈ રહી છે. ટેક્સટાઈલ્સના એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના કહેવા પ્રમાણે બજારમાં રૂપિયાની ખેંચના કારણે ટેક્સટાઈલ્સ ઉદ્યોગ મંદીમાં સપડાયો છે.