Property News: ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
Property News: મોંઘાદાટ ઘરો ખરીદી શકાય તેવી આર્થિક સ્થિતિ હોતી નથી અને સસ્તા ઘરો મળતા નથી. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમને પણ સારા ઘર સસ્તામાં મળે એવી તક છે. ફટાફટ વિગતો ખાસ જાણો.
Trending Photos
Bank of India Mega E-Auction: ઘરનું ઘર હોય તેવું દરેકનું સપનું હોય છે. જો આ સપનું તમારે ઓછા પૈસામાં પૂરું થઈ જાય તો કઈ વાત જ અલગ હોય છે. તમારું આ સપનું પૂરું થઈ શકે છે કારણ કે બેંક ઓફ ઈન્ડિયા સસ્તામાં ઘર, દુકાન, પ્રોપર્ટી વગેરે ખરીદવાનું તમારું સપનું પૂરું કરી શકે છે. આ માટે બેંક 27 જાન્યુઆરીના રોજ એક મેગા ઈ ઓક્શન કરવા જઈ રહી છે. જેમાં ભારતના અલગ અલગ ઝોનમાં અચલ સંપત્તિઓની હરાજી કરાશે. ગ્રાહકો આ મેગા ઈ ઓક્શનમાં ભાગ લઈને ખુબ જ સસ્તાં ભાવમાં પોતાની પ્રોપર્ટીના માલિક બનવાનું સપનું પૂરું કરી શકે છે.
ક્યારે થશે આ હરાજી
બેંકે પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર ટ્વીટ કરીને આ મેગા ઈ ઓક્શન અંગે જાણકારી આપી છે. બેંક ઓફ ઈન્ડિયાએ એક્સ પર લખ્યું છે કે "તમારી ડ્રીમ પ્રોપર્ટી બસ એક ક્લિક દૂર છે. બેંક ઓફ ઈન્ડિયા તમાને 27.01.2025ના રોજ નિર્ધારિત આવાસીય સંપત્તિઓ માટે વિશેષ મેગા ઈ-હરાજીમાં ભાગ લેવા માટે આમંત્રણ આપે છે. વધુ જાણકારી માટે કૃપા કરીને https://baanknet.com પર જાઓ. હરાજી લિંક...https://baanknet.com/eauction-psb/home/boi #MegaeAuction".
आपकी ड्रीम प्रॉपर्टी बस एक क्लिक दूर है!
बैंक ऑफ इंडिया आपको 27.01.2025 को निर्धारित आवासीय संपत्तियों के लिए विशेष मेगा ई-नीलामी में भाग लेने के लिए आमंत्रित करता है |अधिक जानकारी के लिए कृपया देखें: https://t.co/SbRLjSAHIP
नीलामी लिंक: https://t.co/N3C27fRpF0#MegaeAuction pic.twitter.com/WpMamtwrSm
— Bank of India (@BankofIndia_IN) January 20, 2025
1300થી વધુ સંપત્તિઓની હરાજી
બેંક પાસેથી મળેલી જાણકારી મુજબ બેંક ઓફ ઈન્ડિયાની આ મેગા ઈ ઓક્શનમાં લગભગ 1300 કરતા વધુ સંપત્તિઓની હરાજી થવાની છે. જેમાં ગ્રાહકોને વર્કિંગ પ્લેસ, ફ્લેટ/ એપાર્ટમેન્ટ/ રહેણાંક ઘરો, ખાલી સાઈટ, કોમર્શિયલ શોપ, ઔદ્યોગિક જમીન/ ભવન વગેરે ખરીદવાની તક મળશે. બેંક ઓફ ઈન્ડિયાના મેગા ઈ ઓક્શનમાં ગ્રાહકો પાસે દેશભરના અલગ અલગ શહેરોમાં પ્રોપર્ટી ખરીદવાની તક રહેશે. લોકો તેમાં ઘરે બેઠા ઓછા ભાવે ઓનલાઈન આ પ્રોપર્ટી માટે બોલી લગાવી શકશે.
મેગા ઈ ઓક્શનના ફાયદા
બેંક ઓફ ઈન્ડિયાની આ મેગા ઈ ઓક્શનમાં પ્રોપર્ટી ખરીદવાના અનેક ફાયદા પણ છે. તેમાં તમને કોઈ પણ પ્રોપર્ટી પર પારદર્શક અને સરળ પ્રોસેસ, આકર્ષક દર અને વધુ વિકલ્પ મળે છે.
અહીં મળશે દરેક જવાબ
આ હરાજી અંગે ઈચ્છુક વ્યક્તિ પાસે જે પણ સવાલ હોય તો તેઓ બેંક ઓફ ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટ banknet.com પર લોગઈન કરી શકે છે. આ ઉપરાંત bankofindia.co.in/tender ઉપર પણ વિઝિટ કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે