વિદ્યાસહાયકની ભરતી અંગે મોટા સમાચાર, શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ આપી માહિતી

વિદ્યાસહાયકના મેરીટની રાહ જોઈ રહેલાં ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. 20 ફેબ્રુઆરી 2025ના બપોરે 3.30 કલાકે મેરીટ જાહેર થશે.
 

વિદ્યાસહાયકની ભરતી અંગે મોટા સમાચાર, શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ આપી માહિતી

ગાંધીનગરઃ ગુજરાતમાં વિદ્યાસહાયકની ભરતીની પ્રતીક્ષા કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5ની 7000 જગ્યાઓ, ધોરણ 6થી 8ની 5000 જગ્યાઓ અને અન્ય માધ્યમથી 1852 જગ્યાઓ એમ કુલ 13852 જગ્યાઓ પર વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત આપવામાં આવી હતી. જેની કામચલાઉ મેરીટ યાદી કાલે બહાર પડશે.

પ્રફુલ પાનશેરીયાએ કરી જાહેરાત
રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માહિતી આપી છે કે ધોરણ 1થી 5ની 7000 જગ્યાઓ, ધોરણ 6થી 8ની 5000 જગ્યાઓ અને અન્ય માધ્યમથી 1852 જગ્યાઓ એમ કુલ 13852 જગ્યાઓ પર વિદ્યાસહાયકની ભરતી માટે જે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી તેનું કામચલાઉ મેરીટ આવતીકાલે જાહેર થશે.

— Praful Pansheriya (@prafulpbjp) February 19, 2025

જે ઉમેદવારોએ વિદ્યાસહાયક માટે અરજીઓ કરી હતી તેઓ આવતીકાલે એટલે કે 20 ફેબ્રુઆરી 2025ના બપોરે 3.30 કલાકે https://vsb.dpegujarat.in પર જઈ આ કામચલાઉ મેરીટ જોઈ શકશે.

જ્ઞાન સહાયક માટે પણ સરકારે કરી હતી મોટી જાહેરાત
રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લાફેર બદલીના ઓફલાઈન કેમ્પનો બીજો તબક્કો યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા ફેરબદલી અને વધઘટમાં ખાલી પડતી શિક્ષકોની જગ્યા પર જ્ઞાન સહાયકોની ભરતી કરવાની જાહેરાત કરાઈ છે. શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકોની ભરતી માટે મંજૂરી આપી દીધી છે. શાળાઓમાં મંજૂર થયેલું મહેકમની ખાલી પડતી જગ્યા પર જ્ઞાનસહાયકની ભરતી કરવા મંજૂરી આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news