Major Vastu Dosh: સૌથી ખરાબ છે આ 3 વાસ્તુ દોષ, પરિવારમાં વધે છે કંકાશ અને આર્થિક સમસ્યાઓ

3 Major Vastu Dosh: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રહેલી 3 વસ્તુઓ એવો ભયંકર વાસ્તુ દોષ ઊભો કરે છે કે જેનો કોઈ તોડ નથી. આ 3 વસ્તુઓની નકારાત્મક ઊર્જા એટલી વધારે હોય છે કે તે આખા પરિવારને કંગાળ કરી નાખે છે. તો ચાલો તમને જણાવીએ કઈ 3 વસ્તુઓ ઘર માટે અશુભ છે?

Major Vastu Dosh: સૌથી ખરાબ છે આ 3 વાસ્તુ દોષ, પરિવારમાં વધે છે કંકાશ અને આર્થિક સમસ્યાઓ

3 Major Vastu Dosh: ઘરમાં ખુશાલી, સુખ અને સમૃદ્ધિ જાળવી રાખવાના કેટલાક સરળ નિયમો વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા છે. વાસ્તુશાસ્ત્રના જાણકારો અનુસાર દરેક ઘરમાં આ નિયમોનું પાલન થવું જોઈએ. જો આ નિયમોનું પાલન થાય તો ઘરમાં સુખ સમૃદ્ધિ સતત વધે છે. સાથે જ વાસ્તુશાસ્ત્રમાં એવી ત્રણ વસ્તુઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જે ઘરમાં હોય તો પરિવારની ખુશીઓને ગ્રહણ લાગી શકે છે. એટલે કે ત્રણ એવી વસ્તુ છે જેના ઘરમાં રાખવી અશુભ છે. 

વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આ 3 વસ્તુ એટલી ખરાબ છે કે તેની હાજરી ઘરના લોકોની સુખ-શાંતિ છીનવી શકે છે. આજે તમને આ 3 વસ્તુઓ વિશે જણાવીએ જે તમારા ઘર-પરિવારની ખુશહાલીમાં બાધા બની શકે છે. જો અજાણતા તમારા ઘરના કોઈ ખૂણામાં પણ આ વસ્તુ રહી ગઈ હોય તો આજે જ તેને દૂર કરી દેજો. 

કટાયેલી વસ્તુઓ 

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લોઢાની એવી વસ્તુઓ બિલકુલ ન રાખવી જેના પર કાટ લાગી ગયો હોય. આ પ્રકારની વસ્તુઓ ઘરમાં બરબાદી વધારે છે. ઘરમાં કટાયેલું લોઢ, સડેલા બારી-દરવાજા, જૂના ખરાબ તાળા જેવી વસ્તુઓ રાખેલી હોય તો તુરંત જ તેને દૂર કરી દો. આવી વસ્તુઓ કુંડળીમાં મંગળની શુભ સ્થિતિ પણ ખરાબ કરી નાખે છે 

ખરાબ ઘડિયાળ 

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બંધ ઘડિયાળ પણ રાખવી નહીં. જો ઘડીયાલ બંધ થઈ જાય તો તુરંત જ તેને રીપેર કરાવો. ઘણા લોકોને આદત હોય છે કે ઘડિયાળ ખરાબ થઈ જાય તો પણ તેને સાચવી રાખે છે. આવી બંધ ઘડિયાળ ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર વધારે છે. તેથી ઘરમાં ખરાબ ઘડિયાળ ક્યારે રાખવી નહીં. જે ઘરમાં બંધ ઘડિયાળો રાખેલી હોય ત્યાં લોકો વચ્ચે ઝઘડા વધે છે. 

અગાસી પર કચરો 

ઘણા લોકો પોતાના ઘરને તો સાફ રાખે છે પરંતુ ઘરની વધારાની વસ્તુઓ અને ભંગાર છત પર એકઠા કરે છે. ઘરની અગાસીને ભંગાર એકઠો કરવાની જગ્યા બનાવી દેવામાં આવે છે. આ ભૂલ પણ સૌથી ખરાબ છે. ઘરની છતને હંમેશા સાફ રાખવી જોઈએ જો ઘરની અગાસી પર નકામી વસ્તુઓ એકઠી કરેલી હોય છે તો બીમારી પર ખર્ચો વધવા લાગે છે અને ધીરે ધીરે પરિવારના લોકો પણ કંગાળ થવા લાગે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news