Oil Stains: રસોડાની દિવાલ પર લાગેલા તેલ, મસાલાના ડાઘ દુર કરવા આ વસ્તુનો ઉપયોગ કરો, 5 મિનિટમાં સાફ થઈ જશે દિવાલ

How To Remove Oil Stains: રસોડામાં કુકીંગ કરતી વખતે ગેસની સાથે દિવાલ પણ ખરાબ થઈ જતી હોય છે. ગેસ પાછળની દિવાલ પર તેલ, હળદર, મસાલાના ડાઘ પડી જતા હોય છે. આ ડાઘ ડાર્ક થઈ જાય અને પછી તેને દુર કરવા મુશ્કેલ થઈ જાય તે પહેલા આ વસ્તુ લગાડી તેને સાફ કરી લેવા જોઈએ. 

Oil Stains: રસોડાની દિવાલ પર લાગેલા તેલ, મસાલાના ડાઘ દુર કરવા આ વસ્તુનો ઉપયોગ કરો, 5 મિનિટમાં સાફ થઈ જશે દિવાલ

How To Remove Oil Stains: રસોઈ કરતી વખતે દીવાલ પર તેલ અને મસાલાના ડાઘ પડી જાય તે સામાન્ય છે. દરેક ઘરના રસોડામાં આવું થાય છે. જો આ દીવાલને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો ડાઘ ધીરે ધીરે ડાર્ક થઈ જાય છે અને પછી વાત પણ આવે છે. તેલ અને મસાલાના ડાઘને દૂર કરવા માટે ફક્ત પાણીથી સફાઈ કરો તે પૂરતું નથી. આ ડાઘથી અને વાસથી છુટકારો મેળવવો હોય તો દિવાલની સફાઈ આ વસ્તુઓ સાથે કરો. આ વસ્તુ અપ્લાય કરીને કિચનની દિવાલ સાફ કરશો તો ડાઘ પણ નીકળી જશે અને દિવાલનો રંગ પણ ખરાબ નહીં થાય. 

બેકિંગ સોડા 

દિવાલ પર લાગેલા તેલના ડાઘ દૂર કરવા હોય તો થોડો બેકિંગ સોડા લેવો અને તેમાં પાણી ઉમેરી ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેસ્ટને ડાઘ પર લગાડો અને 15 મિનિટ સુધી સુકાવા દો. ત્યાર પછી સ્ક્રબરની મદદથી અથવા તો ભીના કપડાની મદદથી બેકિંગ સોડાને સાફ કરો. બેકિંગ સોડાની સાથે ડાઘ પણ નીકળી જશે. 

ટુથપેસ્ટ 

સફેદ ટુથપેસ્ટથી પણ દિવાલ પરના ડાઘ દૂર થઈ શકે છે. આ કામ પણ ગણતરીની મિનિટોમાં થઈ શકે. ટુથપેસ્ટને ડાઘ પર લગાવો અને પછી 5 થી 10 મિનિટ માટે છોડી દો. ત્યાર પછી ભીના કપડાથી દિવાલ સાફ કરશો તો ડાઘ નીકળી જશે. 

બેબી પાવડર 

દિવાલ પર તેલના ડાઘ વધારે પડી ગયા હોય તો બેબી પાવડરની મદદ પણ લઈ શકાય છે. બેબી પાવડરને તેલના ડાઘ પર લગાડી દેવાથી તેલ સોસાઈ જશે. રાત્રે બેબી પાવડર તેલના ડાઘ પર લગાડી દો અને પછી સવારે કપડાની મદદથી દીવાલ સાફ કરશો તો પાવડરની સાથે તેલ પણ નીકળી ગયું હશે. 

લિક્વીડ

જો તમે રસોડાની દિવાલ પર ટાઇલ્સ કે ઓઇલ પેન્ટ કરાવેલો છે તો તેલ અને મસાલાના ડાઘ દૂર કરવા માટે ડિશ લિક્વીડનો ઉપયોગ પણ કરી શકાય છે. વાસણ સાફ કરવાના લિક્વિડને ટાઇલ્સ પર લગાવીને પાણીથી સાફ કરશો તો પણ ડાઘ નીકળી જશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news