જ્યારે નીતા અંબાણીને પૂછવામાં આવ્યું- 'PM મોદી અને મુકેશ અંબાણીમાં સૌથી સારું કોણ?', જવાબ માટે જુઓ Video

તાજેતરમાં હાર્વડ યુનિવર્સિટીમાં ઈન્ડિયા કોન્ફરન્સ 2025નું આયોજન થયું હતું જેમાં અનેક મોટી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. નીતા અંબાણી સ્પેશિયલ ગેસ્ટ હતા. અહીં વિદ્યાર્થીઓએ કેટલાક સવાલ કર્યા હતા જેના નીતા અંબાણીએ મજેદાર જવાબ આપ્યા હતા. 

જ્યારે નીતા અંબાણીને પૂછવામાં આવ્યું- 'PM મોદી અને મુકેશ અંબાણીમાં સૌથી સારું કોણ?', જવાબ માટે જુઓ Video

ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિઓમાંથી એ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પોતાની લાઈફસ્ટાઈલ અને મોંઘી જ્વેલરીને કારણે ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં જ તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં આયોજિત ઈન્ડિયા કોન્ફરન્સ 2025માં અનેક જાણીતી હસ્તીઓ સાથે ભાગ લીધો. આ કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી સ્પેશિયલ ગેસ્ટ  તરીકે ઈનવાઈટ કરાયા હતા. ઈવેન્ટમાં એક કોન્ફરન્સનું આયોજન થયું હતું. જેમાં હાર્વર્ડના વિદ્યાર્થીઓએ નીતા અંબાણીને કેટલાક સવાલ કર્યા હતા. 

નીતા અંબાણીના રેપિડ ફાયર રાઉન્ડમાં મજેદાર જવાબ
કોન્ફરન્સ દરમિયાન એક એવી પળ આવી કે જેણે આખા હોલનું ધ્યાન ખેંચ્યું. જ્યારે રેપિડ ફાયર રાઉન્ડમાં નીતા અંબાણીને એક એવો ચોંકાવનારો અને રસપ્રદ સવાલ પૂછાયો. સવાલ કઈક એવો હતો કે નરેન્દ્ર મોદી અને મુકેશ અંબાણીમાં સૌથી સારું કોણ? આ સાંભળીને હોલમાં હાજર લોકો એક્સાઈટેડ થઈ ગયા. નીતા અંબાણીએ હસતાં હસતાં જવાબ આપ્યો કે "મને લાગે છે કે પ્રધાનમંત્રી મોદી દેશ માટે સારા છે અને મારા પતિ મુકેશ મારા ઘર માટે."

નીતા અંબાણીને કર્યા સન્માનિત
તેમના આ મજેદાર અને સમજદારીવાળા જવાબને સાંભળતા જ આખો હોલ તાલીઓના ગડગડાટ અને હાસ્યથી ગૂંજી ઉઠ્યો. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર ખુબ પોઝિટિવ રિએક્શન પણ આપી રહ્યા છે. આ કોન્ફરન્સમાં ફક્ત રેપિડ ફાયર નહીં પરંતુ નીતા અંબાણીને તેમના સામાજિક કાર્યો માટે પણ સન્માનિત કરાયા. મેસાચુસેટ્સના ગવર્નર માઉરા હીલીએ તેમને ગવર્નર પ્રશસ્તિ પત્રથી સન્માનિત કર્યા. આ પુરસ્કાર શિક્ષણ, સ્વાસ્થ્ય, મહિલા સશક્તિકરણ અને કળાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યો. 

હાર્વર્ડમાં નીતા અંબાણીની સ્ટાઈલ
આ કાર્યક્રમમાં નીતા અંબાણીની નેવી બ્લ્યુ ભરતકામવાળી સાડી પણ ખુબ ચર્ચામાં રહી. તેમની સાદગી અને એલીગન્સે બધાને પ્રભાવિત કર્યા. સોશિયલ મીડિયા પર તેમના લૂકના ખુબ વખાણ પણ થયા. અત્રે જણાવવાનું કે હાર્વર્ડ યુનિવર્સિટી, કેમ્બ્રિજ, મેસાચુસેટ્સમાં સ્થિત એક પ્રતિષ્ઠિત આઈવી લીગ સંસ્થાન છે. તેની દુનિયાની સર્વશ્રેષ્ઠ ઉચ્ચ સંસ્થાઓમાં ગણતરી થાય છે. અહીંથી અનેક જાણીતી હસ્તીઓએ શિક્ષણ મેળવ્યું છે અને તે ભારત સંલગ્ન આયોજનો માટે એક મહત્વપૂર્ણ મંચ બનતો જઈ રહ્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news