કોંગી કોર્પોરેટરે તો ભારે કરી! પોતાના ગાલ પર કાદવ ચોપડી અન્ય મહિલાઓ સાથે કર્યો વિરોધ! લોકોમાં કુતુહલ

જામનગર મહાનગરપાલિકા એક પ્રકારનો ફિલ્મી સ્ટુડિયો છે, તેમ જણાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને વર્ષોથી લોકોના પ્રશ્નોનો નિકાલ થતો ન હોવાની રજૂઆત કરી હતી. સાથે સાથે ફૂટબોલના રમતવીરોને મેદાન આપવાની પણ માંગણી કરવામાં આવી હતી.

કોંગી કોર્પોરેટરે તો ભારે કરી! પોતાના ગાલ પર કાદવ ચોપડી અન્ય મહિલાઓ સાથે કર્યો વિરોધ! લોકોમાં કુતુહલ

મુસ્તાક દલ/જામનગર: જામનગર મહાનગરપાલિકાની બજેટ અંગેની સામાન્ય સભા યોજાઇ હતી, જે પહેલા વોર્ડ નંબર -4 ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા પોતાના ગાલ પર કાદવ ચોપડીને અન્ય મહિલાઓ સાથે પહોંચ્યા હતા, અને હાથમાં બેનર પોસ્ટર દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો. 

જામનગર મહાનગરપાલિકા એક પ્રકારનો ફિલ્મી સ્ટુડિયો છે, તેમ જણાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને વર્ષોથી લોકોના પ્રશ્નોનો નિકાલ થતો ન હોવાની રજૂઆત કરી હતી. સાથે સાથે ફૂટબોલના રમતવીરોને મેદાન આપવાની પણ માંગણી કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૬ માં એક ખુલ્લી કેનાલ આવેલી છે. જેના ગટરના ગંદા પાણી સતત માર્ગ પર ફેલાતા રહ્યા છે, જે અંગે અનેક વખત રજૂઆત થયા પછી અને અનેક વખત બજેટમાં તેની જોગવાઈ કરીને બોક્સ કેનાલ બનાવવાની વાતો કરવા છતાં હજુ સુધી કોઈ નકકર કાર્યવાહી થઈ નથી, અને સ્થાનિકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે, અને પરિસ્થિતિ ખરાબ છે.

આ પરિસ્થિતિમાં આખુ વરસ સ્થાનિકોએ ગટરના પાણીની વચ્ચે રહેવું પડે છે. તેથી સ્થાનિક મહિલાઓની સાથે સાથે પોતે પણ પોતાના ગાલ પર કાદવ ચોપડીને જનરલ બોર્ડના દ્વારે આવી પહોંચ્યા હતા, અને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેથી ભારે કુતુહલ પ્રસર્યું હતું. 

જામનગરના વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયા દ્વારા જામનગરમા ફૂટબોલ મેદાન આપવા માંગ કરાઈ. મનપાની બજેટ જનરલ સભા પહેલા રચનાબેને વિરોધ કર્યો. હાથમા પોસ્ટર રાખી કર્યો વિરોધ. એમ્યુઝમેન્ટ પાર્ક પાસે સરકારી મેદાન કોઈ બિલ્ડરને વેચવાની પેરવીમા હોવાનો આક્ષેપ. 20 વર્ષ પહેલા જામનગરમા રમત ગમતનું મેદાન હવે ખુલ્લું પાડો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news