'કરોડો લોકો નાહવા જાય છે ત્યાં ભગવાન છે જ નહીં, લોકો સમય બરબાદ કરી રહ્યા છે બીજું કઈ નહીં'

ઉદ્યોગપતિ વસંત ગજેરાનું વિવાદિત નિવેદન. પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવનાર મુદ્દે કરી ટિપ્પણી. લોકો ત્યાં નાહ્વા જાય છે ત્યાં કાંઈ ભગવાન નથી. મહાકુંભમાં કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે અને ઉદ્યોગપતિ વસંત ગજેરા વિવાદિત નિવેદન આપીને લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી.

'કરોડો લોકો નાહવા જાય છે ત્યાં ભગવાન છે જ નહીં, લોકો સમય બરબાદ કરી રહ્યા છે બીજું કઈ નહીં'

ઝી બ્યુરો/સુરત: ગુજરાતના એક જાણીતા ઉદ્યોગપતિ દ્વારા મહાકુંભ પર આપવામાં આવેલા નિવેદન ચર્ચાનું વિષય બન્યો છે. સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વસંત ગજેરા અમરેલીના વતની છે અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ છે. જેમનો વિવાદિત વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. વસંત ગજેરાએ કહ્યું કે કરોડો લોકો નાહવા જાય છે ત્યાં કાઇ છે નહીં ભગવાન નથી. દેશ ભરમાંથી પ્રયાગરાજ કુંભ મેળામાં કરોડો લોકો સ્નાન કરવા જઇ રહ્યા છે. વસંત ગજેરાનો આ વિડીયો ઓડીસાનો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ઉદ્યોગપતિ વસંત ગજેરાનું વિવાદિત નિવેદન હાલ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યું છે. પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવનાર મુદ્દે વસંત ગજેરાએ ટિપ્પણી કરી છે. મહાકુંભમાં કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે અને ઉદ્યોગપતિ વસંત ગજેરાએ વિવાદિત નિવેદન આપીને લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) February 19, 2025

સુરતના જાણીતા ઉદ્યોગપતિનો વિડીયો વાયરલ થયો છે. જેમાં તેમણે કહ્યું છે કે કરોડો લોકો નાહક સંગમમાં ન્હાવા જાય છે, ત્યાં ક્યાય ભગવાન છે જ નહિ. તેમણે કહ્યું કે ત્યાં લોકો પોતાનો સમય બરબાદ કરી રહ્યા છે બીજું કઈ નહીં. આ જાણીતા ઉદ્યોગપતિના આવા નિવેદનથી જાણે વિવાદ વધી શકે છે તેવું લાગી રહ્યું છે. 

અત્યારે પવિત્ર મહાકુંભમાં કરોડો લોકો આસ્થાની ડૂબકી લગાવવા જાય છે ત્યારે તેમની આસ્થાને ઠેસ પોહચાડે તેવું નિવેદન વસંત ગજેરા દ્રારા કરવામાં આવ્યું છે. દેશભરમાંથી લોકો અત્યારે કુંભમાં પવિત્ર સ્નાન કરવા જાય છે. ત્યારે આસ્થા પર ગજેરાના વિવાદિત નિવેદનથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news