સિઝનના ડબલ એટેકથી ગુજરાતના આ શહેરમાં એક નવી ઉપાધી, આ જીવલેણ રોગોનું સંક્રમણ વધ્યું!

અમદાવાદ સહિત રાજ્યભરમાં ડબલ સિઝનના કારણે વકર્યો રોગચાળો. શરદી-ખાંસી અને તાવ જેવા વાયરલ ઈન્ફકેશનના કેસ વધ્યા. પાણીજન્ય રોગચાળાના કેસમાં 25 ટકા જેટલો વધારો થતા લોકોને સાવધાન રહેવા સૂચન.

સિઝનના ડબલ એટેકથી ગુજરાતના આ શહેરમાં એક નવી ઉપાધી, આ જીવલેણ રોગોનું સંક્રમણ વધ્યું!

Ahmdabad News: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસથી જ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન કાળજાળ ગરમી તો મોડી રાત્રે અને વહેલી સવારે આંશિક ઠંડકનો અનુભવ થાય છે. આ બેવડી ઋતુના કારણે અમદાવાદના લોકો બીમારીના શિકાર બન્યા છે. શરદી-ઉધરસ-તાવથી ઘરે-ઘરે ખાટલા જોવા મળી રહ્યા છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં ડબલ સિઝનના કારણે રોગચાળો વકર્યો છે. શરદી-ખાંસી અને તાવ જેવા વાયરલ ઈન્ફકેશનના કેસ વધ્યા છે. પાણીજન્ય રોગચાળાના કેસમાં 25 ટકા જેટલો વધારો થતા લોકોને સાવધાન રહેવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદીઓને બેવડી ઋતુથી હેરાન ગતિ થઈ રહી છે. જેના કારણે ડોક્ટરો દ્વારા બહારનો ખોરાક લેવાનું અને ઠંડુ પાણી તથા એસી અને કુલરનો ઉપયોગ ટાળવો જોઈએ. એક સપ્તાહમાં 12,000થી વધુ ઓપીડી કેસ નોંધાયા છે. અમદાવાદ સહિત રાજ્યમાં ડબલ સિઝનના કારણે રોગચાળો વધ્યો છે. અમદાવાદ સિવિલમાં પાણીજન્ય રોગચાળાના કેસમાં 25 ટકાનો વધારો થયો છે. શરદી-ખાંસી અને તાવ જેવા વાયરલ ઈન્ફકેશનના કેસમાં વધારો થયો છે. 

અમદાવાદમાં તાવના લીધે રોજ સરેરાશ 100થી લોકો હૉસ્પિટલમાં દાખલ થાય છે. અમદાવાદ સિવિલમાં ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના 12, કમળાના 85 કેસ નોંધાયા છે. ઝાડા-ઊલટીના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news