Relationship Tips: ક્રોધી સ્વભાવના પાર્ટનરને હેંડલ કરવામાં આ ટ્રિક આવશે કામ, ધીરેધીરે સ્વભાવ પણ થઈ જશે શાંત
Relationship Tips: લગ્ન પછી સંબંધ નિભાવવાની જવાબદારી પતિ અને પત્ની બંનેની હોય છે. પરંતુ જો બે માંથી કોઈ એક વ્યક્તિ પણ ઉગ્ર સ્વભાવની હોય તો લગ્નજીવનને સાચવવું મુશ્કેલ લાગે છે. જો કે આ મુશ્કેલ કામ સરળ કરવું હોય તો આ ટ્રીક અજમાવી શકો છો.
Trending Photos
Relationship Tips: કોઈના લગ્ન પરફેક્ટ નથી હોતા. પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડા થાય તે સામાન્ય સ્થિતિ છે. રિલેશનશિપ એક્સપર્ટ તો એવું બને છે કે પતિ પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડા થવા જ જોઈએ. કારણ કે ઝઘડા પછી જ કપલ વચ્ચે સમજદારી અને પ્રેમ વધે છે. જોકે આ પ્રકારના ઝઘડામાં મારપીટ સુધીની સ્થિતિ ન સર્જાવી જોઈએ. આ સિવાય જો બેમાંથી કોઈ એક વ્યક્તિ ગરમ મગજની હોય અને વારંવાર ઝઘડા થતા હોય તે સ્થિતિ પણ યોગ્ય નથી.
જો લગ્ન ઉગ્ર સ્વભાવની વ્યક્તિ એટલે કે વાત વાત પર ક્રોધ કરનાર વ્યક્તિ સાથે થઈ જાય તો જીવન મુશ્કેલ બની જાય છે. મોટાભાગે પુરુષોનો સ્વભાવ આવો હોઈ શકે છે. જો પતિનો સ્વભાવ ગરમ મગજનો હોય તો આ વાતને સ્ત્રીઓ છુપાવે છે અને તેના ખરાબ વ્યવહારને સ્વીકાર કરી લે છે. તેવું જ પત્નીની બાબતમાં પણ હોય છે. જો સ્ત્રીનો સ્વભાવ પણ ઉગ્ર હોય તો પતિ સમાજના ડરથી કે પરિવારના પ્રેશર ના કારણે તેના ખરાબ વર્તનને સ્વીકારીને સહજ રીતે લેવા લાગે છે. સ્ત્રી હોય કે પુરુષ આ પ્રકારની ભૂલ કરવી નહીં પાર્ટનર જો ગરમ મગજના હોય તો તેને શાંત કરવા માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે. આજે તમને કેટલીક એવી ટ્રીક જણાવીએ જે ક્રોધી સ્વભાવના પાર્ટનરને હેન્ડલ કરવામાં મદદ કરશે અને તેનો સ્વભાવ પણ સુધારશે.
શાંત રહો
જો તમારો પાર્ટનર ક્રોધી સ્વભાવનો હોય તો તેના ક્રોધની સામે તમારા મગજને શાંત રાખો. ઉગ્ર વાતાવરણમાં ક્રોધ કરવાથી ઝઘડો મોટો થઈ જાય છે. જો તમે પણ ક્રોધ કરશો તો તમારા પાર્ટનરને સુધારી નહીં શકો. તેથી પોતાના સ્વભાવને પહેલા શાંત કરો.
ગુસ્સો ન કરો
જો પાર્ટનર ગુસ્સામાં હોય ત્યારે ભૂલ તેની હોય તો પણ ગુસ્સો કરવો નહીં. ગુસ્સા સામે ગુસ્સો કરવાથી સંબંધ બગડી જશે. તેથી સામેની વ્યક્તિ ગુસ્સામાં હોય ત્યારે શાંતિ રાખવી. ઘણી વખત ગુસ્સામાં એવી વાત મોઢામાંથી નીકળી જાય છે કે તે પતિ પત્ની ના સંબંધ પણ બગાડે છે.
મર્યાદા નક્કી કરો
કોઈપણ સંબંધ હોય તેમાં મર્યાદા નક્કી રાખવી જરૂરી છે. જો પાર્ટનર ગુસ્સામાં કોઈ વાત કહે તો તેને ધ્યાનમાં ન લેવી જોઈએ પરંતુ એક મર્યાદા નક્કી રાખવી જોઈએ કે પાર્ટનરનું વર્તન તેનાથી વધારે ખરાબ થાય તો તેને સહન પણ ન કરવું જેથી તે વ્યક્તિ બીજી વખત તેઓ ખરાબ વર્તન ન કરે.
અપમાન સહન ન કરો
ઉગ્ર સ્વભાવના લોકો ચાર લોકોની સામે પણ પોતાના પાર્ટનર સામે ગુસ્સો કરતા હોય છે અને તેનું અપમાન કરે છે. ત્યાર પછી તે પોતાના ગુસ્સાને જસ્ટીફાય કરે છે કે તેમનો તો સ્વભાવ જ ગરમ છે. પરંતુ આવું વર્તન ચલાવવું નહીં. જો કોઈપણ વ્યક્તિની સામે પાર્ટનર ગુસ્સો કરે તો તે વાતને સહન ન કરવી. જો એક વખત અપમાન સહન કરી લેશો તો વારંવાર થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે